રોગચાળમાં વધારો:ચિકનગુનિયા, મલેરિયા, ડેન્ગ્યુના દર્દીઓમાં ત્રણ વર્ષ પછી વધારો

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2018માં મલેરિયાના 10,757 દર્દી મળી આવ્યા હતા,13નાં મોત થયા હતા

વધતું શહેકીકરણ, વાતાવરણમાં બદલાવને લીધે મચ્છરોના જીવનચક્રમાં થયેલા ફેરફારને કારણે રાજ્યમાં ત્રણ વર્ષ પછી ફરીથી ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાએ ઊથલો માર્યો છે. મલેરિયાના દર્દીઓની સંખ્યા લગભગ 68 ટકા વધી છે. રાજ્યમાં 2018માં મલેરિયાના 10,757 દર્દી મળી આવ્યા હતા, જ્યારે મૃતકોની સંખ્યા 13 હતી. મલેરિયાના નિયંત્રણના પ્રયાસોને લીધે 2019માં દર્દીઓની સંખ્યામાં લગભગ અડધાથી વધુ ઘટાડો થઈને 4071 દર્દી મળી આવ્યા હતા.

મૃતકોની સંખ્યામાં પણ મોટો ઘટાડો થઈને ફક્ત એક દર્દીનું મૃત્યુ મલેરિયાના કારણે થયું હતું. 2020માં કોરોનાની પહેલી લહેરમાં આરોગ્ય વ્યવસ્થાનું ધ્યાન કોરોના નિયંત્રણ તરફ કેન્દ્રિત થવાથી મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ તરફ દુર્લક્ષ થયું હતું. આને કારણે આ વર્ષમાં ફરીથી દર્દીઓની સંખ્યાં વધારો થઈને 12,909 પર પહોંચી છે. મૃતકોની સંખ્યામાં પણ વધારો થયો હોઈ બાર જણનાં મોત થયાં છે. 2021માં પણ મલેરિયામાં વધારો જળવાઈ રહ્યો છે. 2020ની તુલનામાં 2021માં મલેરિયાના દર્દીઓમાં લગભગ 39 ટકાનો વધારો થઈને 18,000નો તબક્કો પાર કર્યો છે.

મલેરિયા મુંબઈ સહિત છ જિલ્લામાં
રાજ્યમાં મલેરિયાના કેસ મુંબઈ, થાણે, રાયગડ, ગડચિરોલી, ગોંદિયા અને ચંદ્રપુર એમ છ જિલ્લામાં જોવા મળે છે. તેમાં પણ લગભગ 80 ટકા દર્દી મુંબઈ અને ગડચિરોલી જિલ્લામાં મળી આવે છે. છતાં મુંબઈના છેલ્લાં થોડાં વર્ષોમાં મલેરિયા નિયંત્રણ માટે અનેક પ્રયાસ કરવાથી દર્દીની સંખ્યા અને મૃતકોની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે, એમ ડો. આવટેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...