કોરોનાની અસર:મુંબઈમાં બાળકોના મૃત્યુદરમાં વધારો, જ્યારે જન્મદરમાં ઘટાડો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની અસર કારણભૂત હોવાનો નિષ્ણાતનો અંદાજ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બાળકોના મૃત્યુદરમાં વધારો થયો છે. મુંબઈ મહાપાલિકાના આરોગ્ય વિભાગ વતી હાલમાં આ બાબતે આંકડાવારી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ આંકડાવારી અનુસાર મુંબઈમાં બાળકોના મૃત્યુનું પ્રમાણ વધેલું દેખાય છે. મૃત્યુમાં વધારો થવા પાછળ કોરોનાની અસર મહત્ત્વનું કારણ હોઈ શકે છે, એમ નિષ્ણાતો જણાવી રહ્યા છે. એક બાજુ બાળકોનો મૃત્યુદર વધ્યો છે ત્યારે બીજી બાજુ જન્મદર ઓછો થયો છે. 2019ની તુલનામાં 2020માં જન્મદરમાં આશરે 20 ટકા ઘટાડો થયો હોઈ મૃત્યુદર 20 ટકાથી વધ્યો છે.

મહાપાલિકાએ રજૂ કરેલી આંકડાવારી અનુસાર 2018માં 1 લાખ 51 હજાર 187 બાળકોનો, જ્યારે 2017માં 1 લાખ 55 હજાર 386 બાળકોનો જન્મ થયો હતો. આ ધ્યાનમાં લેતાં 2017ની તુલનામાં 2018માં 4199 બાળકોનો જન્મ ઓછો થયો છે. 2019માં પણ આ જ પરિસ્થિતિ હતી. 2019માં મુંબઈમાં 1 લાખ 48 હજાર બાળકોનો જન્મ થયો હતો. 2018ની તુલનામાં 2019માં 2289 બાળકો ઓછા જન્મ્યા છે. 2020માં કોરોનાકાળમાં પણ આ જ સ્થિતિ હતી. આ કાળમાં મુંબઈમાં ફક્ત 1 લાખ 20 હજાર 188 બાળકોનો જન્મ થયો હતો. 2021ના ઓક્ટોબર સુધી 89 હજાર 292 બાળકોનો જન્મ થયો છે.

જન્મદર પર અસર શા માટે થઈ
મહાપાલિકાના કાર્યકારી અધિકારી ડો. મંગલા ગોમારે અનુસાર કોરોનાની અસર જન્મ, મૃત્યુ દર પર થઈ છે. મુંબઈમાં કોરોનાની અસર વધુ હતી અને કડક લોકડાઉન હતો ત્યારે મોટી સંખ્યામાં લોકો પોતાના કુટુંબીઓ સાથે શહેરની બહાર નીકળી ગયા હતા. મુંબઈમાં દર વર્ષે આશરે દોઢ લાખ બાળકો જન્મે છે. જોકે લોકડાઉનના સમયગાળામાં કામગાર વર્ગ પોતાના કુટુંબ સાથે સ્થળાંતરિત થયો હતો. આ પરિસ્થિતિ સુધર્યા પછી તેઓ મુંબઈમાં પાછા આવ્યા છે, પરંતુ કુટુંબ ગામમાં રહી ગયું હોવાથી જન્મદરમાં ઘટાડો થયો હોવાનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...