તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં ફેરફાર:મુંબઈમાં શરદી અને ગળુ ખરાબ થવા અંગેની ફરિયાદોમાં વધારો

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ તકલીફ વાતાવરણમાં ફેરફારના કારણે છતાં લક્ષણો પર દુર્લક્ષ નહીં

વાતાવરણમાં સતત થતો ફેરફાર, વરસાદ પછી વધેલી ગરમી, હવામાં ભેજ અને કોરોનાના સંક્રમણનો ફેલાવો જેવા વિચિત્ર સ્વરૂપના વાતાવરણને લીધે અનેક મુંબઈગરાઓમાં શરદી-ઉધરસની ફરિયાદ વધી છે. આ ત્રાસ વાતાવરણમાં ફેરફારના કારણે છે છતાં લક્ષણો પર દુર્લક્ષ ન કરો એવી મેડિકલ સલાહ ડોકટરો આપે છે.

કોરોનાના સંક્રમણમાં પણ શરદી, માથાનો દુખાવો, નાક ગળવું, દળુ દુખવું જેવી ફરિયાદો અનેક જણને થાય છે. તેથી આ લક્ષણો કોરોનાના સંક્રમણના છે કે એવા ડરથી સામાન્ય નાગરિકો ટેસ્ટ કરાવવાનું ટાળે છે. જોકે આ લક્ષણોની તીવ્રતા વધે તો કોરોનાના સંક્રમણ માટે જરૂરી ટેસ્ટ કરાવવી એના પર ડોકટરો ધ્યાન ખેંચે છે. છેલ્લા પંદર દિવસમાં સાર્વજનિક તેમ જ ખાનગી હોસ્પિટલોમાં શરદી, ઉધરસની ફરિયાદ લઈને આવતા દર્દીઓના પ્રમાણમાં બમણો વધારો થયો છે એમ ડોકટરો જણાવે છે. એમાંથી અનેકને ફક્ત તાવના કોઈ લક્ષણ નથી. પણ નાક ગળવું, શરદીના લીધે શ્વાસ લેવામાં તકલીફ, સતત છીંક આવવી જેવી ફરિયાદો વધી છે. તાપમાનમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે તાવ અથવા શરદી કે બંને લક્ષણોમાંથી એક લક્ષણ અતિ તીવ્ર બને છે.

જાતે સારવાર ન કરો
ઘરે બાફ લેવી, જુદા જુદા પ્રકારના કાઢા પીવાથી શરદી ઓછી થાય છે એવું નથી. કેટલાક જણને આખો દિવસ શરદી હોતી નથી પણ રાતના નાકમાં ગળતર થાય છે અથવા શરદી ખૂબ વધે છે. આ દર્દીઓમાં એલર્જી હોઈ શકે છે. કોરોનાના સંક્રમણના સમયમાં આવા લક્ષણો પર દુર્લક્ષ કરવું નહીં. તાવ આવે તો કોરોનાની ટેસ્ટ કરાવાનું અનેક જણ કરે છે, શરદીના કારણે નાક બંધ થવું, નાક ગળવું, લાંબો સમય શરદીની ફરિયાદ હોય તો પોતે દવાઓ ન લેતા ડોકટરની સલાહ લેવી.

અન્ય સમાચારો પણ છે...