ઈન્કમટેક્સના દરોડા:અનિલ દેશમુખનાં ઠેકાણાંઓ પર હવે ઈન્કમટેક્સના દરોડા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ, નાગપુર અને રાજસ્થાનના જયપુરમાં સાગમટે દરોડા પડ્યા

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે જોડાયેલી અનેક જગ્યાઓ પર આવકવેરા વિભાગે શુક્રવારે દરોડા પાડ્યા હતા. આ દરોડા મુંબઈ અને નાગપુર (મહારાષ્ટ્ર) તેમજ રાજસ્થાનના જયપુરમાં પાડવામાં આવ્યા હતા. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) 71 વર્ષીય ભૂતપૂર્વ મંત્રીની મહારાષ્ટ્ર પોલીસ વિભાગમાં કથિત મની લોન્ડરિંગ અને કથિત લાંચ ચુકવણીના સંબંધમાં તપાસ કરી રહ્યા છે.

દેશમુખ અને અન્ય સામે ઇડીનો કેસ સીબીઆઈ દ્વારા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયાની લાંચના આરોપો સંબંધિત ભ્રષ્ટાચારના કેસો નોંધાયા બાદ આવ્યો છે. દેશમુખ અગાઉ મહાવિકાસ આઘાડી સરકારમાં ગૃહમંત્રી હતા. દેશમુખે કહ્યું હતું કે સિંહે મુંબઈ પોલીસ કમિશનર પદેથી હટાવ્યા બાદ તેમની સામે આ આરોપો લગાવ્યા હતા.

તેમણે કેસમાં પૂછપરછ માટે ઇડી દ્વારા મોકલવામાં આવેલા ઓછામાં ઓછા પાંચ સમન્સનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો અને પોતાને કાયદાનું પાલન કરનાર નાગરિક ગણાવતા એજન્સીને તેની સાથે ઓનલાઇન લિંક પર તેની સાથે વાતચીત કરવાનું સૂચન કર્યું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નિવાસસ્થાન નજીકના વાહનમાંથી વિસ્ફોટકો મળી આવ્યા બાદ આ આરોપો સામે આવ્યા હતા, જેના પગલે દેશમુખે એપ્રિલમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. વાહનમાંથી વિસ્ફોટકો મળી આવવાના સંદર્ભમાં સસ્પેન્ડ મહારાષ્ટ્ર પોલીસ કર્મચારી સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી હતી, હાલમાં તે જેલવાસ ભોગવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...