તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વર્લ્ડ કેન્સર ડે પર નિતા મુકેશ અંબાણીએ સર એચ એન રિલાયન્સ હોસ્પિટલ ખાતે “વન- સ્ટોપ બ્રેસ્ટ ક્લિનિક”નું ઉદઘાટન કર્યું હતું. વૈશ્વિક સ્તરે અને આપણા શહેરમાં પણ મહિલાઓમાં સ્તન કેન્સર સૌથી સામાન્ય કેન્સર તરીકે ઊભરી રહ્યું હોવાથી સર એચએનઆરએફએચના ‘વન સ્ટોપ બ્રેસ્ટ ક્લિનિક’નું લક્ષ્ય સ્તનના શક્ય અથવા સિદ્ધ રોગ સાથેની કોઈ પણ મહિલાને બે કલાકમાં વ્યાપક મૂલ્યાંકન, નિદાન અને ઉપચારનો માર્ગ મેળવવામાં મદદરૂપ થવાનું છે.રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને અધ્યક્ષા નિતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “આરએફએચ ખાતે અમે દેશમાં વ્યાપક ઓન્કોલોજી વિભાગ સાથે ઉત્કૃષ્ટમાંથી એક રિહેબ સેન્ટર્સ પણ સ્થાપ્યાં છે. અમે અનોખી ઓન્કોલોજી સેવા વિકસાવી છે, જે ખરા અર્થમાં માનવતાની સેવા છે.’
હોસ્પિટલના સીઈઓ ડો. તરંગ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હું કે, “સ્તનના રોગો સાથેની મહિલાઓને માનસિક અને ભાવનાત્મક આઘાતમાંથી પસાર થવું પડે છે તે ધ્યાનમાં લેતાં અમે પરિપૂર્ણ, એક છત હેઠળનું સમાધાન પૂરું પાડવા માટે પોતાની જવાબદારી સમજી છે.
પ્રતિબંધ, વહેલું નિદાન, ઉપચાર નિયોજન, કાઉન્સેલિંગ, રિહેબિલિટેશન, સપોટ હોય કે કમ્ફર્ટ કેર હોય, અમે જરૂરત ધરાવતી ઘણી બધી મહિલાઓ માટે એક છત હેઠળ સમાધાન આપવા માગીએ છીએ. વન સ્ટોપ બ્રેસ્ટ ક્લિનિક ઉત્કૃષ્ટ આંતરરાષ્ટ્રીય ઉત્તમ વ્યવહારો, દર્દી પર એકાગ્રતા અને ચિકિત્સકીય નિપુણતાને ધ્યાનમાં રાખીને સાકાર કરવામાં આવ્યું છે અને તે માટે નામાંકિત ગાયઝ હોસ્પિટલ, લંડનના બ્રેસ્ટ ટ્યુમર ગ્રુપના ક્લિનિકલ લીડ અને અધ્યક્ષ ડો. આશુતોષ કોઠારી સાથે જોડાણ કર્યું છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.