નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના માજી મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેનો જાતિનો દાખલો ખોટો હોવાથી તે જપ્ત શા માટે નહીં કરવો જોઈએ એવી કારણદર્શક નોટિસ આપનાર જાતિના દાખલાની છાનબીન સમિતિ વિરુદ્ધ વાનખેડેએ મુંબઈ હાઈ કોર્ટમાં અરજી કરી છે. મુંબઈ જિલ્લા જાતિ પ્રમાણપત્ર છાનબીન સમિતિ દ્વારા આ વર્ષે 29 એપ્રિલે વાનખેડેને નોટિસ ફટકારીને જણાવ્યું હતું કે ફરિયાદ અને દસ્તાવેજોની છાનબીન કરતાં એવું સિદ્ધ થયું છે કે વાનખેડે મુસ્લિમ ધર્મના છે અને આથી તેમનો જાતિનો દાખલ રદ અને જપ્ત શા માટે નહીં કરવા જોઈએ એવું કારણ પૂછતી નોટિસ તેમને ફટકારી હતી.
4 મેએ વાનખેડેએ હાઈ કોર્ટમાં કરેલી અરજીમાં દાવો કર્યો છે કે પોતાને બચાવ કરવાની તક આપ્યા વિના જારી કરવામાં આવેલી નોટિસ અનધિકૃત, એકતરફી છે. પોતે મહાર જાતિનો છે, જે શિડ્યુલ્ડ કાસ્ટ (એસસી) અને જાતિનો દાખલો પ્રાપ્ત કરવા કોઈ ખોટી માહિતી આપી નથી અથવા કોઈ ખોટા દસ્તાવેજો નોંધાવ્યા નથી. આઈઆરએસ અધિકારી વાનખેડેએ એવો પણ દાવો કર્યો છે કે તેમની માતા ધર્મે મુસ્લિમ હોવા છતાં પોત જન્મથી હિંદી ધર્મને અગ્રતા આપી છે અને હિંદી રીતરિવાજોનું પાલન કરતો વ્યો છે.વાનખેડેના જન્મ સમયે તેમના પિતાના જ્ઞાન અને સંમતિ વિના હોસ્પિટલને ખોટી રીતે દાઉદ કે વાનખેડે (પિતાના નામ તરીકે) પૂરું પાડવામાં આવ્યું હતું અને જન્મની નોંધપોથીમાં મુસ્લિમ ખોટી રીતે નોંધ કરાયું હતું, એવો પણ અરજીમાં દાવો કરાયો છે.
વાનખેડે 10 વર્ષના હતા ત્યારે તેમના પિતાએ શાળાની નોંધમાં બરોબર નામ નોંધાય તે માટે જરૂરી પગલાં લીધાં હતાં અને જન્મના દાખલામાં પણ વાનખેડેનું નામ સુધારવામાં આવ્યું હતું અને સમિતિ પાસે ફરિયાદ કરવાનો મંત્રી નવાબ મલિકને કોઈ અધિકાર નથી. મલિકે દાવો કર્યો હતો કે વાનખેડેએ કેન્દ્ર સરકારની નોકરી મેળવવા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)નો ખોટો જન્મનો દાખલો આપ્યો હતો.
અંગત દુશ્મનાવટને લઈને મલિક વાનખેડેને લક્ષ્ય બનાવી રહ્યા છે. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર તરીકે પોતે મલિકાના જમાઈ સમીર ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હોવાથી વાનખેડે સામે તેઓ અંગત વેર ધરાવતા હોવાથી સમિતિએ તેમની ફરિયાદને આધારે તપાસ નહીં કરવી જોઈએ, એવો દાવો પણ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.