તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિરાર-વેસ્ટના બોલિંજ વિસ્તારમાં એક એટીએમ કેશ વૅનનો ડ્રાઈવર દ્વારા આશરે ૪.૨૫ કરોડ રૂપિયા સાથે ગુરુવારે સાંજે વેન સાથે નાસી ગયો હતો. અર્નાળા સાગરી પોલીસે જણાવ્યા અનુસાર કેશ લોજિસ્ટિક્સ પેઢીનો ડ્રાઈવર વાહનમાંનાં નાણાં લઇને ભાગી ગયો હતો. તેને ઝડપી લેવા ચારે બાજુ નાકાબંધી કરાઈ હતી. ડ્રાઈવર રોહિત બબન આરૂ (26) ચેમ્બરુના પ્રબુદ્ધનગરનો રહેવાસી છે.અર્નાળા સાગરી પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ મહેશ શેટ્ટેએ જણાવ્યું હતું કે, વિરાર (વેસ્ટ) માં બોલિંજ ખાતે એટીએમ કિયોસ્કની બહાર ડ્રાઈવરે વેનને થોભાવી હતી. ગુરુવારે સાંજે સાત વાગ્યાની આસપાસ ડ્રાઇવર, મેનેજર, સશસ્ત્ર સુરક્ષા ગાર્ડ અને એક સહાયક સાથે રોકડ રકમની વૅન મશીનની અંદર રોકડ ભરવા માટે વિરાર- વેસ્ટના બોલિંજમાં આવેલા કોટક મહિન્દ્રા બેંકના એટીએમ સેન્ટરમાં પહોંચ્યા હતા.
અહીં ડ્રાઈવર વૅનની અંદર બેઠેલો હતો, જ્યારે અન્ય ત્રણ જણ એટીએમ સેન્ટરની અંદર રોકડ રકમ જમા કરાવવા ગયા હતા. એ સમયે ડ્રાઇવર વેન ક્રમાંક- MH43 BP 4976ની અંદર રહેલા આશરે રૂ. 4.3 કરોડ ભરેલા બૉક્સ સાથે નાસી છૂટ્યો હતો.આ પ્રકરણનો સૂત્રધાર ડ્રાઈવર જ હોય તેમ લાગે છે. અત્યારે અમે અંદાજ લગાવીએ છીએ કે રોકડ રકમ ૪.૨૫ કરોડ રૂપિયાની હોઈ શકે છે, કારણ કે દિવાળીના તહેવારોમાં ગ્રાહકો એટીએમમાંથી પૈસા વધુ ઉપાડતા હોવાથી વિવિધ એટીએમ સેન્ટરોમાં રોકડ જમા કરાવવાની હતી.
પોલીસે આઈપીસીની કલમ ૩૯૨ સહિત અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. વૅનની શોધ કરવામાં આવી રહી છે, વૅનમાં જી.પી.એસ. હોવાથી વૅનને નિર્જન સ્થળ નજીક મૂકી દેવામાં આવી હતી. ડ્રાઇવરને આ સિસ્ટમની જાણ હોઇ શકે છે. અમે એટીએમની આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ તપાસ કરી રહ્યા છીએ અને કૅશ ટ્રાન્સપોર્ટિંગ એજન્સી સાથે પૂછપરછ કરીને ડ્રાઈવર વિશે માહિતી લેવામાં આવી રહી છે. વિરારના રોડ પરના અને ટોલ નાકા પર સીસીટીવી ફૂટેજની પણ તપાસ પોલીસ કરી રહી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.