તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • In The Third Wave, The Administration Is Preparing To Meet The Challenge Of Transition In Children

સાવચેતી:ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણના પડકારને પહોંચી વળવા પ્રશાસનની તડામાર તૈયારી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેઈએમ, નાયર, સૂર્યા હોસ્પિટલમાં સ્પેશિયલ કોરોના પોઝિટિવ પીડિયાટ્રિક વોર્ડ

કોરોનાની ત્રીજી લહેર નાના બાળકો માટે ઘાતક હશે એવો મેડિકલ નિષ્ણાતોનો અંદાજ છે. આ જોખમની ઘંટડીને ધ્યાનમાં રાખીને પ્રશાસને પગલાં ભરવાની શરૂઆત કરી છે. રાજ્યમાં બાળરોગ નિષ્ણાતોની ટાસ્કફોર્સ તૈયાર કરવામાં આવશે એવી માહિતી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપી હતી. એ મુજબ પ્રાથમિક સ્વરૂપમાં રાજ્યના કેટલાક અગ્રણી બાળરોગ નિષ્ણાત ડોકટરો અને રાજ્ય ટાસ્કફોર્સના સભ્યોની બેઠક થઈ હતી.

આ ટાસ્કફોર્સ્માં મુખ્યત્ત્વે બાળરોગ નિષ્ણાતોનો સમાવેશ હશે. એમાં ડો. સુરેશ પ્રભુ, ડો. આરતી કિણીકર, ડો સમીર દલવાઈ સહિત રાજ્યના ટાસ્કફોર્સમાંના ડો. સંજય ઓક, ડો. શશાંક જોશી, ડો. તાત્યારાવ લહાનેનો સમાવેશ હશે.

કોરોનાની ત્રીજી લહેર માટે અને ખાસ કરીને નાના બાળકોમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે સ્પેશિયલ પેડિયાટ્રીક ટાસ્કફોર્સ નિમવામાં આવી છે. આ ટાસ્કફોર્સના નિયોજનની શરૂઆત થઈ ગઈ છે. મુંબઈમાં ત્રણ જુદી જુદી પ્રકારની હોસ્પિટલોમાં પેડિયાટ્રીક વોર્ડના વિભાગ તૈયાર કરવામાં આવ્યા છે. કાંજુરમાર્ગ, મલાડ, સાયન અને ગોરેગાવ એમ ચાર ઠેકાણે નવા જમ્બો કોવિડ સેંટર ઊભા કરવામાં આવશે જેમાં નાના બાળકોને મહત્ત્વ આપવામાં આવશે. કેઈએમ, નાયર, સૂર્યા હોસ્પિટલમાં સ્પેશિયલ કોરોના પોઝિટિવ પેડિયાટ્રીક વોર્ડ હશે.

મુંબઈ મહાપાલિકાની ૨૮ મેટરનિટી હોસ્પિટલોના બેડ પણ કોરોના પોઝિટિવ પેડિયાટ્રીક વોર્ડ માટે વાપરવામાં આવશે. નાના બાળકોના વોર્ડનું વિભાજન તેમના વયજૂથ અનુસાર 6 ગ્રુપમાં કરવામાં આવશે. 0-3, 3-6, 6-9, 9-12, 12-15 અને 15-18 એમ 6 ગ્રુપમાં વિભાજન થશે. આ વયજૂથ અનુસાર વાલી સાથે રહેતા, વાલી વિના ડોકટરો સાથે રહી શકતા, દેખરેખ હેઠળ રહેનારા એવા જૂથમાં પણ વિભાજન કરવામાં આવશે. આ પેડિયાટ્રીક વોર્ડમાં કાઉન્સેલર, ફિઝિયોથેરપીસ્ટ, એનેસ્થેશિયોલોજીસ્ટની સ્પેશિયલ નિમણુક કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...