તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કહેર:બીજી લહેરમાં મુંબઈમાં 25 ટકા મૃત્યુ નોંધાયાં

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચાર મહિનામાં 3976 મૃત્યુનો ઉમેરો થયો

કોવિડની બીજી લહેરમાં મુંબઈમાં માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનામાં 25.6 ટકા મૃત્યુ થયાં છે. કુલ 15,499 મૃત્યુમાંથી 3976 મૃત્યુનો ઉમેરો ફક્ત આચાર મહિનામાં થયોછે. દર્દીઓમાં 54.8ટકા વધારો થયો હોઈ કુલ 7,23,551 દર્દીમાંથી 3,96,305 દર્દી ફક્ત આ ચાર મહિનામાં વધ્યાછે.

સામાન્ય રીતે માર્ચ મહિનામાં કોવિડની બીજી લહેર આવી હતી. એપ્રિલમાં તેણે ઘાતકી સ્વરૂપ ધારણ કર્યું હતું. મે મહિનાના અંતે લહેર શાંત પડી હતી. 4 મેના રોજ 11,206 નવા દર્દી સાથે એક દિવસમાં સૌથી વધુ દર્દીઓની નોંધ થઈ હતી.

માર્ચ મહિનામાં 88,856 કોવિડના દર્દીઓની નોંધ થઈ હતી, જ્યારે આ મહિનામાં 215 દર્દીનાંમોત થયાં હતાં. એપ્રિલમાં 2,33,698 નવા દર્દી અને 1435 મૃત્યુ નોંધાયાં હતાં, જ્યારે મેમાં 56,817 નવા દર્દી અને 1701 મૃત્યુ સાથે બીજી લહેરમાંએક દિવસમાં સૌથી વધુ મૃત્યુની નોંધ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...