રૂપરેખા:આગામી 5 વર્ષમાં મહારાષ્ટ્ર સૌરઉર્જાથી ઝળહળશે

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 17,385 મેગાવોટના સોલાર ઊભા કરવાની રૂપરેખા તૈયાર

આગામી પાંચ વર્ષમાં મહારાષ્ટ્ર સૌરઉર્જાથી ઝળહળશે. વીજ પ્રકલ્પો પર આધાર રાખવાનું ઓછું કરવા સાથે જ વીજની વધતી માગ પૂરી કરવા માટે 2026 સુધી 17,385 મેગાવોટના સોલાર પ્રકલ્પ ઊભા કરવાની રૂપરેખા ઉર્જા વિભાગે તૈયાર કરી છે. એના માટે લગભગ 75,000 કરોડ રૂપિયાનું રોકાણ અપેક્ષિત છે. દરમિયાન આ સોલાર ઉર્જા પ્રકલ્પમાંથી વીજ નિર્મિતી શરૂ થયા પછી ખેડૂતોને દિવસે પણ મબલખ વીજ ઉપલબ્ધ થશે અને ઔદ્યોગિક ગ્રાહકોને ઓછા દરથી વીજળી મળશે.

ઔષ્ણિક વીજ પ્રકલ્પમાંથી વીજ નિર્મિતી કરતા કોલસો બાળવો પડતો હોવાથી મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે. ઉપરાંત કોલસાની કિંમત વધતી હોવાથી વીજના દર વધે છે. એની નોંધ લેતા 2030 સુધી કુલ વીજ વિતરણની 30 ટકા વીજળી પર્યાવરણપૂરક સૌરઉર્જા પ્રકલ્પમાંથી લેવાનો ઉદ્દેશ ઉર્જા વિભાગે રાખ્યો છે. એના જ ભાગ તરીકે આગામી પાંચ વર્ષમાં 17,000 મેગાવોટ કરતા વધુ ક્ષમતાના સૌરઉર્જા પ્રકલ્પ ઊભા કરવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

મહાવિતરણ અને મહાનિર્મિતીના માધ્યમથી ખાનગી રોકાણકારોના સહયોગથી આ સૌરઉર્જા પ્રકલ્પ ઊભા કરવામાં આવશે એવી માહિતી ઉર્જા વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી. અત્યારે વીજ વિતરણ કંપનીઓ માટે પોતાના કુલ વીજ વિતરણના 14 ટકા વીજ અપારંપારિક એટલે કે સોલાર અને પવનઉર્જા પ્રકલ્પમાંથી લેવી ફરજિયાત છે. જોકે અપારંપારિક ઉર્જાનિર્મિતી પ્રકલ્પો ઊભા કરવા ઉતેજન મળે.

અન્ય સમાચારો પણ છે...