રાજકારણ:જલગામ જિલ્લા બેન્કની ચૂંટણીમાં આઘાડીનું નિર્વિવાદ વર્ચસ સ્થાપીત

મુંબઇ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

જલગામ જિલ્લા બેન્કની ચૂંટણીનો ભાજપે બહિષ્કાર કરતાં 21મીથી 20 બેઠક પર જીત મેળવીને મહાવિકાસ આઘાડી પ્રણિત સહકાર પેનલે પોતાનું નિર્વિવાદ વર્ચસ સિદ્ધ કર્યું છે. ભાજપના વિધાનસભ્ય સંજય સાવકારેની જીત અને રાવેર સોસાયટી મતવિસ્તારમાંથી પીછેહઠ કરનાર ઉમેદવારની જીત આ પરિણામની વિશિષ્ટતાઓ નીવડી છે.જિલ્લા બેન્કની 10 બેઠક માટે સોમવારે મતગણતરી થઈ. આ ચૂંટણીનો ભાજપે બહિષ્કાર કર્યો હતો. આથી મહાવિકાસ આઘાડીની જીત નિશ્ચિત હતી. 21માંથી 11 બેઠક બિનવિરોધ થઈ હતી. છતાં રાષ્ટ્રવાદી, કોંગ્રેસ અને ભાજપના અમુક અસંતુષ્ટોએ મળીને શેતકરી વિકાસ પેનલ તૈયાર કરી હતી. જોકે સહકાર પેનલે શેતકરી પેનલનો રીતસર ધબડકો બોલાવી દીધો હતો. ભુસાવળની બેઠક સિવાય અનામત મતવિસ્તારની છ અને સોસાયટી મતવિસ્તારની ત્રણ મળીને કુલ 9 બેઠક પર મહાવિકાસની સહકાર પેનલના ઉમેદાવાર જીતી ગયા હતા. ભાજપના વિધાનસભ્ય સંજય સાવકારે ભુસાવળ તાલુકા સોસાયટી જૂથમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા છે.અનામત મતવિસ્તારની છએછ બેઠક પર આઘાડીના ઉમેદવાર જીતી ગયા છે. વળી, રાવેર સોસાયટી મતવિસ્તારમાંથી માજી વિધાનસભ્ય અરુણ પાટીલને ફક્ત એક મતથી આંચકાજનક હાર સહન કરવી પડી છે. આ મતવિસ્તારની ચૂંટણીમાં જાહેર પીછેહઠ કરનાર જનાબાઈ મહાજન જીતી ગયાં છે. આ અણધાર્યાં અને આંચકાજનક પરિણામની ચર્ચા જિલ્લાનાં રાજકીય વર્તુળમાં રંગાઈ છે. આ મતવિસ્તારમાં કુલ 54 મતદાર હતા.

ભાજપનો ઉમેદવાર અપક્ષ બની જીત્યો
ચૂંટણીમાં ભાજપે બહિષ્કાર કરતાં બધા ઉમેદવારની પીછેહઠ થઈ ગઈ હતી. જોકે ભુસાવળના વિધાનસભ્ય સંજય સાવકારે સાથે અન્ય સંસ્થા મતવિસ્તારમાંથી જિ.પ. શિક્ષણ સભાપતિ રવીંદ્ર પાટીલે પોતાની અરજી જાળવી રાખી હતી. તેમાંથી ભુસાવળ મતવિસ્તારમાં સાવકારે એકતરફી જીત્યા છે.

અન્ય સમાચારો પણ છે...