ભાવમાં અફરા-તફરી:હીરાના વેપારમાં શેરબજારની જેમ ભાવમાં અફરા-તફરી વધી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી પછી રફ હીરામાં વધારો થતાં ઉદ્યોગમાં સોપો

હીરાના વેપારમાં ક્યારેય નહીં સાંભળી હોય તેવી ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને દિવાળી પછી રફ હીરામાં ભારે વધારો થતાં હીરા ઉદ્યોગમાં સોપો પડી ગયો હતો, જેને લીધે નાના ઉત્પાદકોએ કારખાનાં ચાલુ કરવાનું મુલતવી રાખ્યું હતું.મોટાં કારખાનાંઓએ કાપ મૂક્યો. રફ હીરામાં 30 ટકા જેટલા ભાવ વધારાથી તૈયાર માલ ઘણો મોંઘો પડે છે. આ તૈયાર માલ જ્વેલર્સો સ્વીકાર કરે છે કે કેમ તે મૂંઝવણ પેદા થતાં હીરા ઉદ્યોગમાં ઉત્પાદન પર બ્રેક લાગી ગઈ છે.હીરા બજારમાં નવો માલ નહીં આવતો હોવાથી મોટા ઉત્પાદકો પાસે પડેલા માલના ભાવો વધી ગયા છે.

જ્વેલર્સોએ ગ્રાહકોના ઓર્ડરો પૂરા કરવા પડે એટલે ઊંચા ભાવે પણ માલ ખરીદી ઓર્ડરો પૂરી કરી રહ્યા છે. ઉત્પાદકો જ્યારે ટ્રેકર્સોને તૈયાર માલનું વેચાણ કરતા ઓફર લઈ રહ્યા છે ત્યારે આ ઓફર અમુક સમય પૂરતી જ ગણવામાં આવી રહી છે. સમય પૂરો થતાં ઉત્પાદકોને નવી ઓફર કરવાની રહે છે, કારણ કે રફ હીરાના ભાવો બદલાતા રહે છે તેમ તૈયાર હીરાના ભાવમાં પણ વધઘટ થઈ રહી છે. એટલે કે, હીરાનો વેપાર સ્થિર નથી. શેરબજારમાં જેમ ભાવો ઊંચાનીચા થઈ રહ્યા છે તેમ તૈયાર માલમાં થઈ રહ્યું છે.

હીરાના વેપારમાં પ્રથમ વાર આવું બની રહ્યું છે કે તૈયાર માલની ઓફર આપ્યા પછી આ ઓફર અમુક સમય પછી રદ થયેલી ગણાય છે, એમ નાઈન ડિયેમના માલિક સંજયભાઈ શાહે જણાવ્યું હતું. જ્યાં સુધી વેપારમાં સ્થિરતા નહીં આવે ત્યાં સુધી વેપારીઓ વેપારમાં જોખમ ઉઠાવશે નહીં, કારણ કે આ વેપાર વાયદાનો નથી.

વેપાર સટોડિયાઓના હાથોમાં
દરમિયાન મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ એસોસિયેશનના કારોબારી સભ્ય જયંતીલાલ શાહે જણાવ્યું હતું કે રફ હીરાનો વેપાર સટોડિયાઓ હાથમાં ચાલ્યો ગયો છે, જેને લીધે ભાવમાં ઉતારચઢાવ આવે છે. વેપાર સ્થિર નહીં બને તો ઉત્પાદન થશે નહીં. રત્નકલાકારો બેકાર થતાં બીજા ઉદ્યોગમાં ચાલ્યા જશે. ઉત્પાદકોનું માનવું છે કે હીરા લક્ઝરી ચીજ છે. મોંઘા ભાવના હીરા ગ્રાહકો સ્વીકારશે નહીં.

અન્ય સમાચારો પણ છે...