તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ડેલકર હત્યા કેસમાં જિલ્લાધિકારીને 9 એપ્રિલ સુધી વચગાળાની રાહત અપાઈ

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દાદરા અને નગર હવેલીના સાત ટર્મ સાંસદ મોહન સંજીભાઈ ડેલકર (58) આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર સામે જિલ્લાધિકારી સંદીપ કુમાર સિંહે મુંબઈ હાઈ કોર્ટમાં પડકાર ફેંકતી અરજી દાખલ કરી છે, જેની સુનાવણી 9મી એપ્રિલે રાખીને જસ્ટિસ એસ એસ શિંદે અને જસ્ટિસ મનીષ પિતળેની ખંડપીઠે સિંહ સામે ધરપકડની કાર્યવાહીથી વચગાળાની રાહત આપી છે.22 ફેબ્રુઆરીના રોડ મરીન ડ્રાઈવ સ્થિત હોટેલ સી ગ્રીન સાઉથના પાંચમા માળે રૂમમાં ડેલકરે ગળે ફાંસો ખાધો હતો.

તેઓ 15 પાનાંની સુસાઈડ નોટ લખી ગયા હતા, જેમાં દા.ન. હવેલીના વહીવટકર્તાઓની સતામણીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું જણાવાયું હતું. આ પછી મુંબઈ પોલીસે 9 માર્ચે ડેલકરના પુત્ર અભિનવની ફરિયાદ પરથી સિંહ સહિત અનેક સામે એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા અંગે એફઆઈઆર દાખલ કરી હતી. સિંહ વતી ગુરુવારે વરિષ્ઠ ધારાશાસ્ત્રી અમિત દેસાઈ અને એડવોકેટ સન્ની ભિમરા દ્વારા એફઆઈઆર પાયાવિહોણી, ખોટી અને કાયદાની જોગવાઈથી વિપરીત હોવાની દલીલ કરી હતી.

સિંહે અરજીમાં જણાવ્યું છે કે તેમની મુદત દરમિયાન આજ સુધી ડેલકર જેના ચેરમેન હતા તે સ્વ. સંજીભાઈ રૂપજીભાઈ (એસએસઆર) મેમોરિયલ ટ્રસ્ટ સંબંધમાં જ પગલાં લીધાં છે. ટ્રસ્ટ દ્વારા અમુક સરકારી જમીનો પર અતિક્રમણ કરવામાં આવ્યું છે એવો પીએમઓ તરફથી પત્ર પ્રાપ્ત થતાં આ પગલાં લીધાં હતાં અને તેથી તુરંત તપાસ હાથ ધરવાં આવી હતી.

સિંહ સામે એફઆઈઆરમાં કોઈ ચોક્કસ આરોપ નથી. ફક્ત ડેલકરને અપમાનજનક વર્તણૂક આપવામાં આવતી હતી એવો આરોપ છે. આ આરોપ કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયા હતા અને મુંબઈ પોલીસની તપાસમાં કોઈ ભૂમિકા નથી, એવું પણ અરજીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો