તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનસુખ હિરન મૃત્યુ પ્રકરણ:મનસુખ મૃત્યુ પ્રકરણે ATSએ હત્યાનો ગુનો દાખલ કર્યો

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકસભાની ચૂંટણીનું કામ બળજબરીથી કરાવ્યું હોવાનો કુટુંબીઓ અને સહયોગીઓએ આરોપ લગાવ્યો હતો

મનસુખ હિરન મૃત્યુ પ્રકરણે મહારાષ્ટ્ર એટીએસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. મનસુખ હિરનની પત્ની વિમલા હિરનની ફરિયાદ પરથી હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એટીએસની ટીમ રવિવારે તપાસ માટે મનસુખ હિરનના ઘરે ગઈ હતી. આ સમયે મનસુખે આત્મહત્યા કરી નથી પણ એની હત્યા થઈ હોવાનો આરોપ એના કુટુંબીઓ તરફથી કરવામાં આવ્યો હતો. આખરે મનસુખના પત્ની વિમલાની ફરિયાદ પરથી મનસુખ હિરન પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

એટીએસની ટીમ રવિવારે મનસુખના ઘરે ગઈ હતી અને આ સમયે કુટુંબીઓના જવાબ નોંધવામાં આવ્યા હતા. રવિવારે થયેલી પૂછપરછમાં મનસુખના કુટુંબીઓએ આ આત્મહત્યા હોઈ જ ન શકે. આ હત્યા જ છે એમ જણાવ્યું હતું. આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરવાની માગણી મનસુખના પુત્રએ કરી હતી. એટીએસે મનસુખના ઘરે સાડા ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. એ પછી મનસુખના પત્નીની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો હતો.

અત્યાર સુધી આ કેસ મુંબ્રા પોલીસ પાસે હતો અને અકસ્માતે મૃત્યુની નોંધ કરવામાં આવી છે. હવે આ કેસ એટીએસને સોંપવામાં આવતા મુંબ્રા પોલીસે પ્રકરણના તમામ કાગળપત્રો એટીએસને સોંપ્યા હતા. દરમિયાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસેથી મળેલી વિસ્ફોટકોવાળી સ્કોર્પિયો કાર અને જિલેટીન સ્ટિક્સ મુંબઈ પોલીસે ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલાવી હતી.

મુંબઈના કાલીના પરિસર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી કારમાં કોઈ લોહીના ધાબા કે વાળ અથવા અન્ય કોઈ કડી શોધવાનો પ્રયત્ન કરશે જેથી કાર ચલાવનારના અને અંબાણીના ઘર પાસે પાર્કિંગ વખતે કારમાં હાજર લોકોના સગડ મેળવી શકાય. લેબોરેટરી એકાદ અઠવાડિયામાં પોલીસને અહેવાલ સુપ્રત કરશે એમ એક અધિકારીએ જણાવ્યું હતું. Sદક્ષિણ મુંબઈ સ્થિત મુકેશ અંબાણીના બહમાળી નિવાસસ્થાન એન્ટિલિયા પાસે 25 ફેબ્રુઆરીના 20 જિલેટીન સ્ટિક સાથે કાર મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર 18 ફેબ્રુઆરીના ઔરોલી-મુલુંડ પુલ પરથી આ કાર ચોરવામાં આવી હતી. આ સ્કોર્પિયો કાર અને જિલેટીન સ્ટિકસ ફોરેન્સિક લેબને મળી છે એમ લેબોરેટરીના અધિકારીએ જણાવ્યું હતું.

આ સ્ટિક્સમાં જિલેટીનનું પ્રમાણ કેટલું છે એ લેબોરેટરીમાં તપાસવામાં આવશે. લેબોરેટરી નિષ્ણાતોની મદદથી કારની ચેસીસનો નંબર બદલવામાં આવ્યો છે કે નહીં એની પણ તપાસ કરશે જેથી કારના સાચા માલિક અને કારનું રજિસ્ટ્રેશન કોના નામથી કરવામાં આવ્યું છે એની માહિતી મળે. લેબોરેટરીએ આ કેસને અગ્રતાક્રમ આપ્યો છે અને એકાદ અઠવાડિયામાં અહેવાલ રજૂ કરશે. એફએસએલનો જનરલ એનાલિટિકલ ડિવિઝન અને ડીએનએ તથા ભૌતિકવિજ્ઞાન ડિપાર્ટમેંટ આ કેસ પર કામ કરશે એમ આ અધિકારીએ ઉમેર્યું હતું. મનસુખના વિસેરા ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે એમ પોલીસે જણાવ્યું હતું.

મનસુખે કાર ગુમ થવાની ફરિયાદ નોંધાવેલી
કારના માલિક ઓટોમોબાઈલ એસેસરીઝના વેપારી મનસુખ હિરન (46)નો મૃતદેહ થાણેની ખાડીમાંથી 5 માર્ચના સવારના મળી આવ્યો હતો. મૃત્યુ પહેલાં મનસુખે સ્ટેટમેંટ આપ્યું હતું જે પોલીસ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું હતું. થાણે સ્થિત પોતાની દુકાનમાંથી કોઈક કામ માટે દક્ષિણ મુંબઈની ક્રાફર્ડ મારકેટમાં 17 ફેબ્રુઆરીના જઈ રહ્યો હતો ત્યારે કારનું સ્ટિયરીંગ જામ થઈ ગયું હતું. પોતે કારને વિક્રોલીમાં સર્વિસ રોડ પર છોડી દીધી હતી અને પછી ટેક્સીમાં ગયો હતો.

કામ પૂરું થયા બાદ એ એક મિત્રને મળ્યો હતો અને પછી થાણે એ મિત્રની કારમાં પાછો આવ્યો હતો એમ મનસુખે આ સ્ટેટમેંટમાં જણાવ્યું હતું. બીજા દિવસે પોતાની સ્કોર્પિયો કાર ગુમ થયેલી જણાતા પોતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી એમ મનસુખે પ્રસારમાધ્યમો સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું.

મનસુખ કારનો માલિક નથી
પોલીસના જણાવ્યા અનુસાર આ સ્કોર્પિયો કારનો માલિક મનસુખ હિરન છે પણ મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે વિધાનમંડળમાં જણાવ્યું કે મનસુખ કારનો માલિક નહોતો. કારના સાચા માલિકે કારમાં થોડા ફેરફાર કરવા માટે મનસુખને કાર આપી હતી.

અન્ય સમાચારો પણ છે...