તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:2019ની ચૂંટણીમાં શિવસેનાની ટિકિટ પર પ્રદીપ શર્મા હાર્યો હતો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લખનભૈયા એન્કાઉન્ટરમાં ચાર વર્ષ જેલમાં વિતાવ્યા પછી નિર્દોષ

પ્રદીપ શર્મા કારકિર્દી દરમિયાન કાયમ વિવાદમાં અને ચર્ચામાં રહ્યો હતો. શિવસેનાની ટિકિટ પરથી ચૂંટણી લડીને તેણે રાજકારણમાં આવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ ગયો હતો. 1983ની બેચનો પોલીસ અધિકારી શર્માને પોલીસ દળમાં કાર્યકાળમાં 100થી વધુ ગુંડાઓનાં ઢીમ ઢાળ્યાં હતાં, જેમાં છોટા રાજન, દાઉદ ગેન્ગ સહિતના ગુંડાઓનો સમાવેશ થતો હતો.શર્માની ટીમમાં તે સમયે સચિન વાઝે પણ સક્રિય હતો. તે સમયથી તેમની વચ્ચે સારાસારી રહી છે. આ સમયે અનેક વાર એક ગેન્ગ પાસેથી સોપારી લઈને અન્ય ગેન્ગના ગુંડાને મારવાનો આરોપ થયો હતો.

ક્યારેક દાઉદ માટે તો ક્યારેક છોટા રાજન માટે તરફેણ કરતો એવો આરોપ થયા હતા. આખરે અંડરવર્લ્ડ સાથે લિંક માટે 2008માંતેને સેવામાંથી બરતરફ કરાયો હતો. જોકે આ મામલો મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (મેટ)માં પહોંચતાં મે 2009માં તેને ફરીથી સેવામાં લેવાયો હતો.આ પછી વર્સોવાના 2006ના લખનભૈયા એન્કાઉન્ટર કેસમાં શર્માની 2010માં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ચાર વર્ષ તે જેલમાં હતો. જુલાઈ 2013માં તેને નિર્દોષ છોડી મુકાયો હતો. આ પછી 2017માં ફરીથી તેને પોલીસ દળમાં લેવાયો હતો.

છેલ્લે થાણેના એન્ટી- એક્સટોર્શન સેલના પ્રમુખ તરીકે તેણે ફરજ દરમિયાન દાઉદના ભાઈ ઈકબાલ કાસકરની ધરપકડ કરી હતી. ઉપરાંત અનેક મોટા કેસ હાથ ધર્યા હતા. જોકે 2019માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી અને શિવસેનાની ટિકિટ પથી નાલાસોપારામાંથી વિધાનસભાની ચૂંટણી લડી હતી. જોકે બહુજન વિકાસ પાર્ટી સામે તે નિષ્ફળ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...