તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂષક નિયંત્રણ ઝુંબેશ:છ મહિનામાં 1,60,000 ઉંદરોને મારી નાખવામાં આવ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લેગ, લેપ્ટો રોકવા મહાપાલિકાની જોરદાર મૂષક નિયંત્રણ ઝુંબેશ

પ્લેગ અને લેપ્ટોસ્પાયરોસિસ જેવી જીવલેણ રોગ ફેલાવવા માટે કારણભૂત બનતા લગભગ 1,60,000 ઉંદરોનો ખાતમો મહાપાલિકાએ જાન્યુઆરીથી ફક્ત છ મહિનામાં બોલાવ્યો હતો. આ મૂષક નિયંત્રણ ઝુંબેશમાં ઉંદરો દેખાતા હોય એવા ઠેકાણે ઝેરી ગોળીઓ રાખીને રાતપાળીમાં ઉંદરનાશક ઝુંબેશ ચલાવવામાં આવે છે. ઉપરાંત નાગરિકોની મળેલી ફરિયાદો અનુસાર પણ મહાપાલિકા તરફથી કાર્યવાહી કરવામાં આવે છે એવી માહિતી મહાપાલિકાના કીટકનાશક વિભાગના મુખ્ય અધિકારી રાજન નારિંગ્રેકરે આપી હતી.

સસ્તન પ્રાણીઓના વર્ગમાં આવતા ઉંદર કે ઘુસનું જીવન લગભગ 18 મહિનાનું હોય છે. ગર્ભધારણા પછી લગભગ 21 થી 22 દિવસમાં માદા ઉંદર બચ્ચાઓને જન્મ આપે છે. એક સમયે લગભગ 5 થી 14 બચ્ચાઓને એ જન્મ આપે છે. જન્મ લીઘેલા બચ્ચાઓ પાંચ અઠવાડિયામાં પ્રજનન ક્ષમતાવાળા થતા નવા બચ્ચાઓને જન્મ આપે છે. એ અનુસાર સામાન્ય રીતે એક વર્ષમાં ઉંદરની એક જોડીને લીધે અંદાજે 15,000 સુધી નવા ઉંદર તૈયાર થાય છે. ઉંદર-ઘુસના લીધે થતા રોગમાં પ્લેગ અને લેપ્ટોસ્પાયરોસિસનો મુખ્યત્વે સમાવેશ છે.

અન્ય સમાચારો પણ છે...