ક્રાઇમ:સાયન કોલીવાડામાં રૂ. 22.60 કરોડના હેરોઈન સાથે મહિલાની ધરપકડ....

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના બે વેપારી પાસેથી મહિલા ડ્રગ્સ લાવી હતી

છેલ્લા થોડા દિવસથી મુંબઈમાં ડ્રગ્ઝ વિરુદ્ધ રાજ્ય અને કેન્દ્રની ટીમો દરોડા પાડીને કાર્યવાહી કરે છે. એક તરફ એનનસીબીએ મુંબઈમાં ડ્રગ્ઝ વિરોધી કાર્યવાહી શરૂ કરી છે ત્યારે હવે મુંબઈ પોલીસની એન્ટિ નાર્કોટિક્સ ડિપાર્ટમેંટની ટીમે પણ મોટી કાર્યવાહી કરી છે.

મુંબઈના સાયનમાંથી આ ટીમે મંગળવારે સાંજે 22 કરોડ રૂપિયાનું 7 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. આ પ્રકરણે એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. સાયન કોલીવાડામાં વડાલા ટ્રક ટર્મિનલ રોડ પર કાર્તિક કમ્યુનિકેશન ટેલિફોન બુથ નજીક, મ્હાડા ચાલ ફૂટપાથ ખાતે ન્યૂ ટ્રાન્ઝિટ કેમ્પમાં દરોડો પાડવામાં આવ્યો હતો. એ પછી એમાં એક મહિલાને 21 કરોડ 60 લાખ રૂપિયાની કિંમતના 7.2 કિલો હેરોઈન સાથે પકડવામાં આવી હતી. એનડીપીએસ કાયદા અનુસાર મહિલા પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ મહિલા પર એનડીપીએસ કાયદો 1985ની કલમ 93/2021, કલમ 8(ક) અને 21(ક)ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજસ્થાનના પ્રતાપગઢ, ચિતોડગઢમાં અફીણનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન કરતી કેટલીક ટોળી મારફત મુંબઈમાં રેલવે અને બસ માર્ગે હેરોઈનની દાણચોરી કરવામાં આવે છે. આ ટોળીઓ મુંબઈમાં મોટા પ્રમાણમાં હેરોઈનનો પુરવઠો કરતા લોકોને હેરોઈન મોકલે છે એવી માહિતી મળી હતી. એના પગલે પુરવઠો કરનારાઓનું રેકેટ ઉદ્ધ્વસ્ત કરવા માટે મુંબઈ પોલીસ કમિશનરે આદેશ આપ્યો હતો.

રાજસ્થાનના પ્રતાપગઢ પરિસરમાં મુંબઈ પોલીસની ટીમ ગઈ એ પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી.સાયન કોલીવાડામાં આરોપી મહિલા મોટા પ્રમાણમાં હેરોઈનની દાણચોરી કરતી હોવાની વિશ્વસનીય માહિતી ઘાટકોપર યુનિટના પોલીસ ઈન્સ્પેક્ટર લતા સુતારને મળી હતી.

અત્યાર સુધી 8 ગુના, 9 આરોપીની ધરપકડ
દરમિયાન મુંબઈ પોલીસના એન્ટિ નાર્કોટિક્સ સેલના તમામ યુનિટ, પોલીસ સ્ટેશન તરફથી નશીલા પદાર્થો વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. 2021માં અત્યાર સુધી હેરોઈન માટે 8 ગુના દાખલ કરવામાં આવ્યા છે અને 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એમાં ત્રણ આરોપી રાજસ્થાનના નશીલા પદાર્થોના મોટા પુરવઠાદાર છે. આ તમામ કેસમાં કુલ 44 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...