વીજચોરી:પનવેલમાં એક વ્યવસાયિકે 2.45 કરોડની વીજચોરી કરી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલી વખતે દંડ ન ભરી બીજી વખત ચોરી કરી

મહાવિતરણ કઠોર પગલાં ભરે છે છતાં વીજ ચોરી થવાની ઘટનાઓ પર અંકુશ મેળવી શકાતો નથી. મુંબઈ જેવા મહાનગરમાં આવી અનેક ઘટનાઓ બને છે. પનવેલમાં વીજ ચોરીની એક ઘટનામાં એક વ્યવસાયિકને 1 કરોડ 15 લાખ રૂપિયાની વીજ ચોરી કરતા પકડવામાં આવ્યો.

આ વ્યવસાયિકને એક અઠવાડિયા પહેલાં જ 1 કરોડ 30 લાખ રૂપિયાની વીજ ચોરી માટે દંડ કરવામાં આવ્યો હતો પણ આ દંડ ભરવા પહેલાં એને બીજી વખત વીજ ચોરી કરતા પકડવામાં આવ્યો હતો. પોલીસે આપેલી માહિતી અનુસાર સ્ટોન ક્રશિંગનો વ્યવસાય કરતા આરોપી જિયાઉદ્દીન પટેલે વીજ ચોરી હતી. એણે મીટર રીડિંગ ઓછું દેખાય એ માટે મીટર સાથે ચેડાં કર્યા છે.

આરોપીના સ્ટોન ક્રશિંગ યુનિટમાં વીજ ચોરી થયાનું ધ્યાનમાં આવતા મહાવિતરણે એના બીજા યુનિટ પર પણ દરોડો પાડ્યો હતો. આ સમયે એણે ત્યાં પણ વીજ ચોરી હોવાનું જણાયું હતું. પોલીસે જણાવ્યું કે પનવેલ મહાનગર પોલીસ સ્ટેશનમાં આ વ્યવસાયિક સહિત એના બે સાથીદારો વિરુદ્ધ બીજો એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...