ગામ સુધી પાકા રસ્તાનો અભાવ:પાલઘરમાં ગર્ભવતી મહિલાઓને ડોલીમાં હોસ્પિટલ લઈ જવી પડે છે

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માતા મૃત્યુ અને બાળ મૃત્યુનું પ્રમાણ વધુ છતાં પ્રશાસનનું દુર્લક્ષ

બુલેટ ટ્રેન, મુંબઈ- વડોદરા એક્સપ્રેસવે, વાઢવણ બંદર જેવા દેશના સૌથી મોટા પ્રકલ્પો પાલઘરમાં પ્રસ્તાવિત છે, પરંતુ અહીં ગામડાંઓ અને પાડાઓને જોડતા રસ્તાઓ નહીં હોવાથી ગર્ભવતીઓને પ્રસૂતિ માટે હોસ્પિટલમાં લઈ જવા ખભા પર ડોલીનો આધાર લેવો પડે છે. જવ્હાર ચાલુકામાં ઝાપ મનમોહાડી ખાતે એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિની વેદના ઊપડી હતી.

ગામ સુધી રસ્તા નહીં હોવાથી કુટુંબીઓ અને ગામવાસીઓ ચિંતામાં મુકાઈ ગયા હતા.મનમોહાડી ગામ અને મુખ્ય રસ્તા વચ્ચે 6-7 કિમી અંતર હોઈ આ સંપૂર્ણ ભાગ ડુંગરાળ છે. આથી ગામવાસીઓએ ગર્ભવતીને ચાદરની ડોલીમાં લઈને ડુંગર પાર કર્યો. દેશ ડિજિટલ ઈન્ડિયા તરફ આગેકૂચ કરી રહ્યો છે ત્યારે મુંબઈ પાસે પાલઘરમાં હજુ પણ અનેક ગામને જોડતા રસ્તા નથી. આથી સમયસર ઉપચાર નહીં મળવાથી અનેક દર્દીઓનાં મોત થયાં છે. જવ્હાર મોખાડા વિક્રમગડ વિસ્તારમાં બાળ મૃત્યુ અને માતા મૃત્યુનું પ્રમાણ વધુ છે. છતાં પ્રશાસનનું દુર્લક્ષ છે.

જવ્હાર તાલુકાના ઝાપ મનમોહાડી ગામની ગર્ભવતી મહિલાને 8 ઓગસ્ટે દવાખાને જતી હતી ત્યારે સવારે 9 વાગ્યે અચાનક પ્રસૂતિની પીડા ઊપડી, જેને લઈ કુટુંબીઓની ભાગદોડ મચી ગઈ. આ પછી ગ્રામજનો તે મહિલાનો ઝોળી બાંધીને લગભગ 6-7 કિમી ડુંગર ચઢીને પગપાળા પ્રવાસ કરીને ઝાપ ખાતે આરોગ્ય સબ સેન્ટરમાં પ્રાથમિક ઉપચાર માટે દાખલ કરી. જોકે સુવિધાને અભાવે પછી તેને જવ્હાર હોસ્પિટલમાં ખસેડવી હતી.

જવ્હાર તાલુકાની ગ્રામપંચાયત ઝાપમાંથી મનમોહાડી ખાતે ત્રણ પાડા છે, જ્યાં લગભગ 252 કુટુંબ રહે છે. જોકે સ્વાતંત્ર્ય કાળથી આ ગામમાં જવા રસ્તા નહીં હોવાથી આજે પણ અહીં દર્દી, ગર્ભવતી માતા અને નાગરિકોને પગપાળા તાલુકાના ઠેકાણે પહોંચવું પડે છે.

અનેક વર્ષથી રસ્તાઓની માગણી છે, પરંતુ કોઈ સાંભળતું નથી. આ ગામમાં એમ્બ્યુલન્સ પણ નહીં આવી શકે. આથી ગામવાસીઓ પેઢી દર પેઢી દર્દી, ગર્ભવતીઓને દવાખાનામાં પહોંચાડવા માટે ઝોળીનો આધાર લે છે.

શ્રમદાન થકી રસ્તાનું કામ કર્યું
આ વર્ષે ચોમાસામાં હતા તે રસ્તા પણ ધોવાઈ જવાથી મનમોહાડી વિસ્તારના નાગરિકોને પગપાળા ચાલવાનું પણ મુશ્કેલ હતું. જોકે સરકારની વાટ નહીં જોતાં ગામના નાગરિકોએ એકત્ર આવીને શ્રમદાન થકી રસ્તાનું કામ કરીને પોતાનો રસ્તો મોકળો કરી લીધો છે. રસ્તાઓ બનતા નથી ત્યાં સુધી અમે કાયમ પ્રયત્નશીલ રહીશું. અનેક વાર સરકાર પાસે પત્રવ્યવહાર કરાયા છે. જોકે અમારા વિસ્તારમાં ગર્ભવતી માતા અને દર્દીઓની મુશ્કેલી ક્યારે દૂર થશે, એવો પ્રશ્ન બહુજન વિકાસ આઘાડી જવ્હાર તાલુકાના અધ્યક્ષ એકનાથ દરોડાએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...