તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:નવી મુંબઈમાં કોરોનાની ચેપગ્રસ્ત મહિલાએ બાળકીને જન્મ આપ્યો

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવી મુંબઈની હોસ્પિટલમાં કોવિડ-19 માટે પોઝિટિવ આવેલી એક 35 વર્ષની મહિલાએ આરોગ્યવર્ધક બાળકીને જન્મ આપ્યો છે. આ મહિલા ગર્ભવતીના 36મા સપ્તાહમાં હતી ત્યારે તે સંક્રમિત હોવાનું જણાયું હતું. આથી ખાનગી હોસ્પિટલમાં બહુશિસ્ત કોવિડ ટાસ્ક ફોર્સ દ્વારા કાળજીપૂર્વકની ઉપચાર અને પ્રસૂતિ યોજના ઘડી કાઢવામાં આવી હતી. દરદીને આરોગ્ય મંત્રાલય માર્ગદર્શિકા અનુસાર ઉપચાર આપવામાં આવ્યો હતો અને મહિલાએ તેને ઉત્તમ પ્રતિસાદ આપ્યો હતો, એમ વાશી સ્થિત હિરાનંદાની હોસ્પિટલના આંતરિક ઔષધિના વિભાગનાં ડો. ફરાહ ઈંગળેએ જણાવ્યું હતું.
પ્રસૂતિ પછીની સંભાળ અને હોમ ક્વોરન્ટીન વિશે પરિવારને સમજણ આપી
આ પછી ડોક્ટરોની ટીમે સીઝેરિયન સેકશન ડિલિવરી કરવાનો નિર્ણય લીધો હતો અને મહિલાએ 8 મેના રોજ બાળકીને જન્મ આપ્યો છે, જેનું વજન ત્રણ કિલો છે, એમ ગાયનેકોલોજી અને ઓબ્સ્ટેટ્રિક્સ વિભાગનાં ડો. મંજિરી મહેતાએ જણાવ્યું હતું. પ્રસૂતિ પછી માતા અને નવજાતને અલગ અલગ રાખવામાં આવ્યાં છે, જેથી તેમની પર નિકટતાથી દેખરેખ રાખી શકાય. ટાસ્ક ફોર્સ અને ગાયનેકોલોજી અને પેડિયાટ્રિક્સ ટીમે પ્રસૂતિ પછીની સંભાળ અને હોમ ક્વોરન્ટીન વિશે પરિવારને સમજણ આપી છે, એમ પેડિયાટ્રિક્સ વિભાગના ડો. કુમાર સાળવીએ જણાવ્યું હતું. પ્રસૂતિ પછી બંનેના નમૂના લેવામાં આવ્યા હતા, જે નેગેટિવ આવતાં મંગળવારે બંનેને રજા અપાઈ હતી, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો