દરોડો:નાગપુરમાં શિંગદાણાને લીલા રંગીને પિસ્તા તરીકે ઉપયોગ

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ન અને ઔષધ પ્રશાસન વિભાગે દરોડો પાડીને 621 કિલો માલ જપ્ત કર્યો

શિંગદાણાને લીલા રંગથી રંગીને એનો ઉપયોગ મીઠાઈ બનાવતા સમયે પિસ્તા તરીકે કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરીને નાગપુરમાં અન્ન અને ઔષધ પ્રશાસન વિભાગે શાંતીનગર ખાતેથી 621 કિલો માલ જપ્ત કર્યો હતો. શિંગદાણાને રંગીને એનો ઉપયોગ મીઠાઈમાં પિસ્તા તરીકે કરવામાં આવી રહ્યો હોવાની માહિતી એફડીએને મળી હતી. એના આધારે છટકું ગોઠવીને ટીમે શાંતીનગર પરિસરમાં કાવરાપેઠ ખાતે દરોડો પાડ્યો હતો. આ દુકાનમાંથી લીલા રંગના શિંગદાણા જપ્ત કરવામાં આવ્યા હતા. હંસાપુરી ખાતે પણ શિંગદાણાને પીળા રંગથી રંગવાનું કામ થતું હતું.

એફડીએએ તમામ હલકા દરજ્જાનો માલ જપ્ત કર્યો હતો.આ બંને ઠેકાણાના કારખાના સીલ કરવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું એડફડીએ તરફથી જણાવવામાં આવ્યું હતું. અન્નસુરક્ષા કાયદા અનુસાર કયા ખાદ્યપદાર્થને કયો રંગ લગાડવનો એ માટે નિયમ છે. ખાદ્યપદાર્થમાં રંગ વાપરવા ગુનો છે. અન્નસુરક્ષા કાયદો 2006 અનુસાર ઉલ્લંઘન કરનાર પર કઠોર કાર્યવાહીની જોગવાઈ છે. એક લાખ રૂપિયાનો દંડ અને ઓછામાં ઓછા ત્રણ મહિના જેલ તથા વધુમાં વધુ ત્રણ વર્ષની જેલ થઈ શકે છે.

મીઠાઈ ખરીદતા સમયે ધ્યાન રાખો
હોટેલમાં બનાવવામાં આવતા કેટલાક ખાદ્યપદાર્થોમાં સિન્થેટીક રંગ વાપરવા પર સંપૂર્ણ બંધી છે. એમાં શ્રીખંડ, પનીર ટિક્કા જેવા ખાદ્યપદાર્થોનો સમાવેશ છે. ચાઈનીઝ, મોમોઝ, બિરયાની, પાલ પનીરમાં પણ સિન્થેટીક રંગ ઉમેરવા પર બંધી છે. છતાં આ રંગ નાખીને ગ્રાહકોને આકર્ષિત કરવામાં આવે છે. ખાદ્યપદાર્થોને ઘેરો રંગ આપવામાં આવ્યો હોય તો એનાથી સાવચેત રહો એવી સલાહ એફડીએએ આપી છએ. સુરક્ષિત ખાદ્યપદાર્થ મળે એ ગ્રાહકનો હક છે. કાયદાનું પાલન થાય એ માટે ગ્રાહકોએ વધુ શિક્ષિત થવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...