ધરપકડ:મુંબઈમાં 12 વર્ષમાં સોનાની 108 ચેઈન ચોરનાર આખરે જબ્બે થયો

મુંબઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દરરોજ કોઈક ને કોઈક ઠેકાણે સોનાની સાંકળની ચોરીની ઘટના બને છે. એના લીધે પોલીસો પણ હેરાન છે. દહિસર પોલીસે 12 વર્ષથી આ ગુનો કરનારા ચોરની ધરપકડ કરી છે. આરોપી સાજિદ અબ્દુલ અજીજ શેખ (37), એને ચોરીમાં મદદ કરનાર એની પત્ની, સાળી અને મિત્રની પણ ધરપકડ કરવામાં સફળતા મળી છે. આ બધાની મકોકા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ અત્યાર સુધી મુંબઈ સહિત થાણે, નવી મુંબઈ, વસઈ, વિરાર જેવા ઠેકાણે સોનાની ચેઈન ચોરવાના 108 ગુના કર્યા હોવાનું પોલીસ તપાસમાં જણાયું છે. દહિસરના પોલીસ નિરીક્ષક અનિલ આવ્હાડે આ માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...