તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:મુંબઇમાં કોવિડ પોઝિટિવનો દર પહેલી વાર 5 ટકા નોંધાયો

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા દસ દિવસમાં દર ક્રમશ: નીચે ગયો છે

મુંબઇગરાઓ માટે સૌથી સારા સમાચાર એ છે કે, કોવિડ-19 રોગના ચેપગ્રસ્તોની સકારાત્મકની સંખ્યામાં મોખરે રહેલું મુંબઇ શહેર માર્ચ મહિના પછી સૌ પ્રથમ વખત કોરોના સકારાત્મકતા દરમાં 5 ટકાના અત્યાર સુધીની સૌથી નીચા સ્તરે પહેાચ્યું છે. મુંબઇમાં છેલ્લા 10 દિવસથી કોવિડ ટેસ્ટ સકારાત્મકતા દર આશાસ્પદ લાગે છે, પરંતુ આપણે સંતોષ માનવો જોઈએ નહીં અને નાગરિકોએ કોરોના રોગ સામે રક્ષણની નીતી અને નિયમોનો સખતાઈથી અમલ શરૂ રાખવો જોઇએ તેમ શનિવારે મુંબઇ મહાનગરપાલિકાના કમિશનર ચહલે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રોગચાળાના શરૂઆતના મહિનાઓમાં ટીપીઆર 20 ટકાથી ઉપર હતો. બીએમસીના જણાવ્યા અનુસાર કોવિડ-19 રોગચાળો હજી સમાપ્ત થયો નથી અને જોખમ ઘટાડવા માટે લોકોએ સામાજિક અંતર જાળવવું જોઈએ અને માસ્ક પહેરવા જોઈએ. છેલ્લા 10 દિવસમાં પોઝિવિટીના દરમાં ઘટાડો થયો છે. 25 નવેમ્બરે કુલ 19018 ટેસ્ટ કરાયા હતા તેમાંથી 1272 સકારાત્મક રહ્યા અને એ મુજબ સકારાત્મકાતાનો દર 6.69%, 26 નવેમ્બરે કુલ 17073 ટેસ્ટ કરાયા હતા તેમાંથી 1167 સકારાત્મક રહ્યા અને એ મુજબ સકારાત્મકાતાનો દર 6.49%, 27 નવેમ્બરે કુલ 16902 ટેસ્ટ કરાયા હતા તેમાંથી 1136 અને સકારાત્મક દર 6.72, 28 નવેમ્બરે કુલ 14592 ટેસ્ટ કરાયા હતા તેમાંથી 922 અને સકારાત્મક દર 6.32 રહ્યા, 29 નવેમ્બરે કુલ 10538 ટેસ્ટ કરાયા હતા તેમાંથી 721 અને સકારાત્મક દર 6.84, 30નવેમ્બરે કુલ 11706 ટેસ્ટ કરાયા હતા તેમાંથી 758 અને સકારાત્મક દર 6.48 જયારે 1 ડિસેમ્બરના કુલ 16150 ટેસ્ટ કરાયા હતા તેમાંથી 960 અને સકારાત્મક દર 5.94 રહ્યો, 2 ડિસેમ્બર કુલ 15399 ટેસ્ટ કરાયા હતા તેમાંથી 880 અને સકારાત્મક દર 5.71 રહ્યો, 3 ડિસેમ્બરના કુલ 15832 ટેસ્ટ કરાયા હતા તેમાંથી 823 અને સકારાત્મક દર 5.20 રહ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો