તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:મુંબઈમાં સર્વધર્મીય સાધુ-સંતો મુનીઓને રસી મૂકવામાં આવશે

મુંબઈ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગુજરાતની જેમ રજિસ્ટર્ડ ધર્માદા સંસ્થા અને ડોકટરનું પ્રમાણપત્ર વૈદ્ય ગણાશે

મુંબઈમાં સર્વધર્મીય સાધુઓ, સંતો, ધર્મગુરુઓ વગેરેને મુંબઈ મહાપાલિકા તરફથી ટૂંક સમયમાં કોરોના પ્રતિબંધક રસી મૂકવામાં આવશે. સાધુઓ, ધર્મગુરુઓ, મુનીઓ ધાર્મિક કાર્યક્રમો, પ્રચારના કાર્યો માટે દેશ-વિદેશમાં ભ્રમણ કરે છે. એમાં મોટા ભાગનાઓનું એક સ્થાયી ઠેકાણું હોતું નથી.તેથી તેમની પાસે કાયમી નિવાસનો પુરાવો, આધારકાર્ડ તથા અન્ય કાગળપત્રો હોતા નથી. આ કારણોસર તેમને રસીકરણના નિયમોમાં અડચણ આવે છે. આ બાબત ધ્યાનમાં લેતા ભાજપ તરફથી સર્વધર્મીય સાધુઓ, ધર્મગુરુઓનો રસીકરણ ઝુંબેશમાં સમાવેશ કરવાની માગણી કરવામાં આવી હતી. એને મુંબઈ મહાપાલિકાએ હોકારો આપ્યો છે.

દેશમાં કોરોનાની રસી મૂકાઈ રહી છે. એનાથી કોઈ પણ વંચિત ન રહે એનું ધ્યાન રાખવામાં આવે છે. આ પરિસ્થિતિમાં મુંબઈમાં સર્વધર્મીય સાધુઓ, ધર્મગુરુઓ, મુનીઓને પણ રસી મૂકવામાં આવે એવી માગણી ભાજપના પ્રવક્તા અને સ્થાયી સમિતિ સભ્ય ભાલચંદ્ર શિરસાટે મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલ અને અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીને પત્ર લખીને કરી હતી.

એના પર મહાપાલિકા તરફથી ગ્રિન સિગ્નલ દેખાડવામાં આવ્યું છે. ગુજરાતના પગલે મુંબઈમાં સર્વધર્મીય સાધુઓ, સંતો, બાબાઓ, જૈન મુનીઓ વગેરેને રસી મૂકવામાં આવે. એના માટે ધોરણ તૈયાર કરવામાં આવે એવી માગણી શિરસાટે કરી હતી. એને મંજૂરી આપતા હકારાત્મક પ્રતિસાદ આપતા કાકાણીએ આરોગ્ય યંત્રણાને એ સંદર્ભે નિર્દેશ આપ્યો છે.

ગુજરાતમાં ત્યાંના સાધુઓ, સંતો, જૈન મુનીઓ જ્યાં રહે છે ત્યાંની રજિસ્ટર્ડ ધર્માદાય સંસ્થા કે મંદિરે આપેલા પ્રમાણપત્રનો આધાર લેવામાં આવે છે. એ સાથે ઉંમર માટે રજિસ્ટર્ડ ડોકટરના પ્રમાણપત્ર અનુસાર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. મુંબઈ મહાપાલિકાએ પણ એવું ધોરણ સ્વીકારીને રસીકરણ ઝુંબેશ શરૂ કરવી એવી માગણી શિરસાટે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો