તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • In Mumbai, BMC Surveyed Children Between The Ages Of 10 And 14 And Found That '53% Of Children Were Infected And 50% Had Antibodies.

સીરો સરવે:મુંબઈમાં BMCએ 10થી 14 વર્ષનાં બાળકોનો સરવે કરતા જાણવા મળ્યું કે, ‘53% બાળકો સંક્રમિત થયા, 50%માં એન્ટિબોડી મળ્યાં’

મુંબઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના સંક્રમણની ત્રીજી લહેરની આશંકા વચ્ચે મુંબઈમાં સીરો સરવેમાં 10થી 14 વર્ષના 53% બાળકોમાં કોરોનાની એન્ટીબોડી મળી આવી છે. બૃહદ મુંબઈ મહાનગર પાલિકા દ્વારા 1 અેપ્રિલથી 15 જૂન દરમિયાન મેળવાયેલા નમૂનાના આધારે આ રિપોર્ટ અપાયો છે. કોરોનાની ત્રીજી લહેરની પાર્શ્વભૂમિમાં મુંબઈના 24 વોર્ડમાં 1 એપ્રિલથી 15 જૂન, 2021 દરમિયાન 1થી 18 વયજૂથના બાળકોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થશે એવું દુનિયાભરના નિષ્ણાતો જણાવી રહ્યા હોવાથી આ સર્વે બાળકો પર વધુ કેન્દ્રિત હતો.

આ સર્વેમાં 24 વોર્ડમાંથી 2176 અજ્ઞાત લોહીના નમૂના અલગ અલગ મેડિકલ લેબોરેટરી થકી સંકલિત કરાયા હતા. તેમાં મહાપાલિકાએ પોતાની ચિકિત્સા તબીબી પ્રયોગશાળાની વિવિધ શાખા અને નાયર હોસ્પિટલના માધ્યમથી 1283 અને ખાનગી 2 મેડિકલ લેબોરેટરીમાંથી 893 લોહીના નમૂના સંકલિત કરાયા હતા. પ્રાથમિક તપાસ પછી તે સર્વ કસ્તુરબા હોસ્પિટલમાં સૂક્ષ્મજીવ નિદાન તબીબી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા.

ઝૂંપડપટ્ટીમાં 41.6% લોકોમાં મળ્યા હતા એન્ટિબોડી
​​​​​​​
ત્રીજા સીરો સર્વેમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 41.6% લોકોમાં એન્ટિબોડી મળ્યા, જ્યારે જુલાઈમાં થયેલા પ્રથમ સર્વેમાં આ વિસ્તારમાં 57% અને ઓગસ્ટમાં બીજા સીરો સર્વેમાં 45% એન્ટિબોડી મળી આવ્યા હતા. જ્યારે ત્રીજા સીરો સર્વેમાં એ વાત સામે આવી કે બિલ્ડિંગોમાં રહેતા લોકોની સરખામણીએ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં 41% વધુ લોકોને કોરોનાથી સંક્રમણ લાગી ગયું હતું અને તેમણે ખબર પણ પડી ન હતી.

મુંબઈમાં 10 લાખ લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા
​​​​​​​
હાલના સરકારી આંકડાઓ અનુસાર, મુંબઈમાં અત્યારસુધીમાં 53.83 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે, તેમાંથી 10 લાખ લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

સર્વેમાં મોટે ભાગે હોમ આઇસોલેશનવાળા દર્દી
BMCના વોર રૂમ તરફથી મેળવવામાં આવેલા આંકડા અનુસાર, બીજી લહેરમાં મુંબઈમાં 3.95 લાખ નવા દર્દી મળી આવ્યા હતા. તેમાંથી વોર રૂમે 2.9 લાખ દર્દીઓનો સંપર્ક કરીને તેમનો સર્વે કર્યો. તેમાં મોટા ભાગના હોમ આઇસોલેશનવાળા દર્દીઓ જ હતા. BMC મુજબ, આ દરમિયાન 1 લાખથી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા, તેમની એન્ટ્રી કરવાની બાકી છે. BMCના કાર્યકારી આરોગ્ય અધિકારી ડો. મંગલા ગોમારે કહ્યું હતું કે અમે આશા કરીએ છીએ કે તેમાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળશે. તેમણે જણાવ્યું હતું કે અમે દરેક હોસ્પિટલને દાખલ દર્દીઓનો ડેટા અલગથી જમા કરવા માટે કહ્યું હતું, મોટા ભાગની હોસ્પિટલોએ પોતાનો રિપોર્ટ આપી દીધો છે. તેમણે વધુમાં જણાવાયું હતું કે 'આ સંખ્યા દર્શાવે છે કે મોટા ભાગની વસતિમાં ગંભીર સંક્રમણને અટકાવવા માટે વેક્સિન અસરકારક છે.'

અન્ય સમાચારો પણ છે...