રસીકરણ:મુંબઈમાં7.5 લાખ નાગરિકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 6 લાખ 79 હજાર લોકોએ કોવિશિલ્ડ અને 65 હજારએ કોવેક્સિન રસી લીધી છે

કોરોનાના નવા વેરિયેન્ટનું જોખમ વધી રહ્યું છે છતાં મુંબઈમાં લગભગ 7 લાખ 45 હજાર નાગરિકોએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો નથી. શહેરમાં પહેલા ડોઝનું રસીકરણ 104 ટકા થયું છે. નિયોજિત સમય વીતી જવા પછી પણ આ નાગરિકો રસીકરણ માટે આવતા ન હોવાથી મહાપાલિકાની ચિંતા વધી છે. એમાં મુંબઈની બહારના નાગરિકોની સંખ્યા પણ નોંધપાત્ર છે એમ જણાવતા મહાપાલિકાએ આ નામ બાકાત કરવાની વિનંતી કરી છે.

શહેરના 76 ટકા નાગરિકોએ બીજો ડોઝ લીધો છે. કોવિન એપના આંકડા અનુસાર મુંબઈમાં લગભગ 7 લાખ 45 હજાર નાગરિકોએ બીજો ડોઝનો નિયોજિત સમય વીતી જવા છતાં હજી આ ડોઝ લીધો નથી. એમાં લગભગ 6 લાખ 79 હજાર નાગરિકોએ કોવિશિલ્ડ અને 65 હજાર નાગરિકોએ કોવેક્સિન રસી લીધી છે. નિયોજિત સમય વીતી જવા છતાં રસીનો બીજો ડોઝ લેનારાનું પ્રમાણ મુંબઈમાં સૌથી વધુ 65 હજાર 534 અંધેરી પશ્ચિમ (કે પશ્ચિમવોર્ડ)માં છે. એ પછીના ક્રમે ગ્રાન્ટ રોડ (52 હજાર 768) અને ભાયખલા (45 હજાર 900) છે.

બીજા ડોઝ માટે સૌથી ઓછા એટલે કે 4 હજાર 866 નાગરિકો છે. રસીકરણ જે વોર્ડમાં વધુ થયું ત્યાં બીજા ડોઝ માટે ન આવેલાનું પ્રમાણ વધારે છે. તેથી બીજો ડોઝ ન લેનારાની સંખ્યા વધુ છે એનો અર્થ ઓછું રસીકરણ છે એમ થતો નથી એવું મહાપાલિકાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું.

શહેરમાં કેટલા લાભાર્થી?
મુંબઈમાં રહેતા, મુંબઈમાં પહેલો ડોઝ લેનારા, મુંબઈની બહારથી પહેલો ડોઝ લેવા માટે આવેલા એમ નવ વર્ગમાં બીજો ડોઝ ન લેનારાને વહેંચવામાં આવ્યા છે. એમાંથી મુંબઈની બહાર રહેતા અને પહેલો ડોઝ લેનાર હવે બીજો ડોઝ લેવા મુંબઈમાં આવે એવી અપેક્ષા રાખવી ખોટી છે. મુંબઈના નાગરિકોનું કુલ કેટલું રસીકરણ થયું એ જાણી લેવું જરૂરી હોવાથી એ માટે પ્રયત્ન કરવો એ મહાપાલિકાનું કામ છે. એના માટે કોવિનમાં આપેલી યાદીમાંથી મુંબઈની બહારના નાગરિકોના નામ બાકાત કરવાની વિનંતી અમે કેન્દ્રને કરી છે એમ અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...