તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:મુંબઈમાં મંગળવારે 8000ના લક્ષ્ય બાદ 6387 કર્મચારીઓ રસી લેવા માટે આગળ આવ્યા

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક

આરોગ્ય કર્મચારીઓ દ્વારા કોરોનાની રસી લેવાનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. મંગળવારે નિર્ધારિત કરતાં 80 ટકા લોકોએ રસી લીધી હતી. કુલ 12 રસીકરણ કેન્દ્રમાં રસી આપવાનું કામ ચાલી રહ્યું છે. 80 ટીમે કામ કરી રહી છે. 8000 લોકોને રસી આપવાનું લક્ષ્ય રખાયું હતું, જેમાંથી 6387 જણ રસી લેવા માટે આગળ આવ્યા હતા.આઠ જણને રસી લીધા પછી ચક્કર આવ્યાં હતાં. આથી તેમને 30 મિનિટ માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યાં હતાં. તેમને સારું લાગ્યા પછી રજા આપી દેવાઈ હતી.આજ સુધી 53,784 આરોગ્ય કર્મચારીઓએ રસી લીધી છે. બીડીબીએ હોસ્પિટલ, રાજાવાડી હોસ્પિટલમાં 8000થી વધુ લોકોએ રસી લીધી છે, જ્યારે જેજેમાં સૌથી ઓછા લોકોએ રસી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો