કોરોના સંક્રમણ:મુંબઈમાં કોરોનાના વધુ 8063 નવા કેસ સાથે 29,819 એક્ટિવ કેસ નોંધાયા

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવા કેસમાં 503ને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી

મુંબઈમાં રવિવારે સાંજે 6.00 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8063 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 89 ટકા સંપૂર્ણ લક્ષણરહિત હતા. મુંબઈમાં હવે એક્ટિવ કેસની સંખ્યા 29,819 પર પહોંચી છે. 8063 નવા કેસમાંથી ફક્ત 503 જણને જ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે, જેમાંથી 56 ટકાને ઓક્સિજનની જરૂર પડી છે. મુંબઈમાં આજની તારીખે 90 ટકા હોસ્પિટલ બેડ ખાલી છે.

મુંબઈમાંથી વાઈરસને વહેલામાં વહેલી તકે જાકારો આપવા માટે હું દરેક મુંબઈગરાને હોમ ક્વોરન્ટાઈનની માર્ગદર્શિકાનું સખતાઈથી પાલન કરવા બધા હોમ ક્વોરન્ટાઈન્ડ દર્દીઓને અનુરોધ કરું છું. હું બધા નાગરિકોને કોવિડ યોગ્ય વર્તનનું સખતાઈથી પાલન કરવા પણ અનુરોધ કરું છું.

ગભરાવાની જરૂર નથી, પરંતુ આપણે બધાએ બહુ જ સાવચેતી રાખવી જોઈએ અને તીવ્ર કોવિડ યોગ્ય વર્તનનું પાલન કરવું જરૂરી છે. જાહેર સ્થળો ખાતે માસ્ક ફરજિયાત છે અને ગિરદીવાળી જગ્યાઓમાં જવાનું નાગરિકોએ ટાળવું જોઈએ. કોવિડ મહામારીની આ નવી લહેરને દૂર કરવા માટે આપણે બધાએ એકત્ર આવવું જોઈએ, એમ મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે રવિવારે અનુરોધ કર્યો હતો.

દરમિયાન મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 578 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. સદનસીબે આજે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. મુંબઈનો રિકવરી રેટ આ સાથે 94 ટકા થયો છે. 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી કોવિડ કેસનો એકંદર ગ્રોથ રેટ 0.38 ટકા છે, જ્યારે દર્દી ડબલિંગ રેટ 183 દિવસ છે. નવ ઝૂંપડપટ્ટીઓ અને ચાલીઓ એક્ટિવ કન્ટેનમેન્ટ ઝોનમાં છે, 203 એક્ટિવ સીલ્ડ બિલ્ડિંગ છે.

ધારાવી, દાદર, માહિમમાં કેસ વધ્યા
દરમિયાન ગત બે લહેરમાં એશિયાની સૌથી ગીચ ઝૂંપડપટ્ટી ધારાવીએ કોરોનાને સફળતાથી માત આપ્યા પછી દુનિયા આખીએ તેની નોંધ લીધી હતી, પરંતુ હવે ત્રીજી લહેરમાં ધારાવીમાં ફરીથી કેસ વધવાનું શરૂ થયું છે, જે પ્રશાસન માટે ખતરાની ઘંટડી છે. ધારાવીમાં છેલ્લા 24 કલાકમાં 60, દાદરમાં 102, માહિમમાં 112 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...