તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:મુંબઈમાં 283 સ્કૂલ અનધિકૃતઃ સૌથી વધુ 35 ટકા ગોવંડીમાં છે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષની તુલનામાં લોકડાઉનના સમયગાળામાં પ્રમાણ વધ્યું

મુંબઈમાં અનધિકૃત સ્કૂલોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આ વર્ષે મુંબઈમાં 283 સ્કૂલો અનધિકૃત હોવાનું મહાપાલિકાએ જાહેર કર્યું છે. એમાંથી લગભગ 35 ટકા સ્કૂલો ગોવંડી પરિસરમાં (એમ પૂર્વ વોર્ડ) છે.

દર વર્ષે મહાપાલિકા અનધિકૃત સ્કૂલોની યાદી જાહેર કરીને આ સ્કૂલોમાં પ્રવેશ ન લેવાની હાકલ કરે છે. દર વર્ષે આ યાદી મહાપાલિકા તરફથી રજૂ કરવામાં આવે છે છતાં આ સ્કૂલો પર કાર્યવાહી કરવામાં આવતી નથી. 2021-22ના શૈક્ષણિક વર્ષમાં મહાપાલિકાએ 28૩ સ્કૂલો અનધિકૃત હોવાનું જાહેર કર્યું છે. 2019 અને 2018માં અનુક્રમે 211 અને 231 અનધિકૃત સ્કૂલોની યાદી મહાપાલિકાએ જાહેર કરી હતી. તેથી ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે અનધિકૃત સ્કૂલોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી હોવાનું દેખાય છે.

25 ટકાનો વધારો
સ્કૂલમાં મેદાન, સંરક્ષણ ભીંત, પ્રયોગશાળા જેવા 45 ધોરણ સ્કૂલોએ પૂરા કરવા શિક્ષણ હક કાયદા અનુસાર ફરજિયાત છે. એ પછી જ સ્કૂલોએ મહાપાલિકા પાસે અરજી કરવાની હોય છે. શરતો અને ધોરણોની પૂર્તિ કરી હોય એ જ સ્કૂલોને મહાપાલિકાની માન્યતા મળે છે. પણ શહેરમાં અનેક સ્કૂલો પહેલાં શરૂ કરવામાં આવે છે અને પછી મહાપાલિકાની માન્યતા માટે અરજી કરવામાં આવે છે.

આ ધોરણોની પૂર્તિ કરી ન હોય છતાં સ્કૂલો અનધિકૃતપણે ચાલુ રહે છે અને એમના પર કોઈ કાર્યવાહી મહાપાલિકા કરતી નથી. તેથી જ અનેક વર્ષોથી આ સ્કૂલો ચાલુ છે. 2019માં મહાપાલિકાએ આવી સ્કૂલો પર કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવશે એમ જાહેર કર્યું હતું. જોકે વાસ્તવિકતામાં કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવી. તેથી અનધિકૃત સ્કૂલોની સંખ્યામાં આ વર્ષે 25 ટકાનો વધારો થઈને 211 પરથી 283 થઈ છે.

અન્ય સમાચારો પણ છે...