તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વે:મુંબઈમાં રોજ રસી લેનારમાં 25 ટકા બહારના નાગરિકો છે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આથી કેટલા મુંબઈગરાએ રસી લીધી તે બાબતે ગૂંચ

મુંબઈમાં હાલમાં મોટા પાયે રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. ખાનગી સોસાયટીઓમાં રસીકરણ ઝુંબેશ આયોજિત કરવામાં આવી રહી છે. કંપનીઓ દ્વારા પણ તેમના કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. જોકે મુંબઈમાં રોજ જેટલા નાગરિકો રસી લે છે તેમાંથી 25 ટકા નાગરિકો મૂળ મુંબઈના રહેવાસી નથી એવી ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આને કારણે મુંબઈમાં હમણાં સુધી 51 લાખ નાગરિકોએ રસી લીધી હો છતાં તેમાંથી મુંબઈગરાની સંખ્યા ચોક્કસ કેટલી છે તે બાબતે ગૂંચ ઊભી થઈ છે.

ઉપરાંત પ્રૌઢોનું રસીકરણ પૂરું કરવા માટે કેટલો સમય લાગશે તેનું ચિત્ર પણ મહાપાલિકા પાસે સ્પષ્ટ નથી.અમુક કેન્દ્રો પર દરેક ત્રીજોડોઝ નવી મુંબઈ, ડોંબિવલી, કરજત, પનવેલ, પાલઘર અને વસઈ- વિરારના નાગરિકોને આપવામાં આવ્યો છે, એમ મહાપાલિકાના અનૌપચારિક વિશ્લેષણમાં મળી આવ્યું છે. આંકડાવારી પર નજર ફેરવવામાં આવે તે પાડોશી શહેર કરતાં મુંબઈમાં વધુ રસીકરણ થયું છે. થાણે જિલ્લામાં 24.22 લાખ નાગરિકોએ રસી લીધી છે. મુંબઈમાં થાણેની તુલનામાં બેગણું રસીકરણ થયું છે.

ફક્ત પાલઘર જિલ્લામાં 6 લાખથી વધુ રસીકરણ થયું છે.વળી, હવે કોર્પોરેટ્સ કંપનીઓએ પણ પોતાના કર્મચારીઓ માટે રસીકરણ શરૂ કર્યું છે. આમાંથી મુંબઈની બહારનાં શહેરોના પણ કર્મચારીઓનો સમાવેશ હોય છે. આથી મુંબઈમાં રસીકરણનો આંકડો ભલે મોટો હોય, પરંતુ પાડોશી શહેરના નાગરિકો પણ તેમાં સમાવિષ્ટ છે. શનિવાર સુધીની આંકડાવારી અનુસાર મુંબઈમાં 50.93 લાખ નાગરિકોનું રસીકરણ થયું છે. મુંબઈમાં 9.85 લાખ નાગરિકોએ રસીનો બીજો ડોઝ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...