કોરોનાનો કહેર:મુંબઈમાં 50થી 59 વર્ષના વયજૂથના 23% જેટલાં દર્દીઓનાં મૃત્યુની નોંધ

મુંબઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જોખમી વયજૂથની ઉંમર ઓછી થતા 55 વર્ષથી ઉપરના વ્યક્તિઓને કોરોનાનું જોખમ

કોરોના સંક્રમણનું 60 વર્ષથી વધુ વયની વ્યક્તિઓને જોખમ હોવાનું જણાવવામાં આવે છે છતાં મુંબઈમાં કુલ મૃતકોમાં 50 થી 59 વર્ષના વયજૂથના આસપાસના 23 ટકા દર્દીઓના મૃત્યુની નોંધ થઈ છે. સૌથી વધુ મૃત્યુનું પ્રમાણ 60 થી 69 વર્ષના વયજૂથમાં નોંધવામાં આવ્યું છે. શહેરમાં દર્દીઓની સંખ્યા ગયા મહિનાની સરખામણીએ 63 ટકા વધી છે. મૃત્યુદર 4.52 ટકા સુધી નીચે આવ્યો છે છતાં દરરોજ 40 થી 50 મૃત્યુની નોંધ થઈ રહી છે. 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓમાં અન્ય રોગોનું પ્રમાણ વધારે હોવાથી તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તેથી આ વ્યક્તિઓ જોખમી જૂથમાં હોવાથી તેમનું વિશેષ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવે છે.

પરંતુ મુંબઈમાં 60 વર્ષથી નીચેના એટલે કે 50 થી 59 વર્ષના વયજૂથમાં મૃતકોનું પ્રમાણ નોંધનીય છે. શહેરના કુલ મૃતકોમાં સૌથી વધુ 28 ટકા મૃત્યુ 60 થી 69 વર્ષના વયજૂથમાં અને એ પછીના ક્રમે 50 થી 59 વર્ષના વયજૂથમાં 23 ટકા તથા 70 થી 79 વર્ષના વયજૂથમાં 21 ટકા છે. ખાસ વાત એટલે 80 વર્ષથી ઉપરના વ્યક્તિઓમાં મૃત્યુનું પ્રમાણ આ બધાની સરખામણીએ ઓછું 9 ટકા નોંધવામાં આવ્યું છે. મુંબઈના 30 ટકા નાગરિકોમાં હાઈ બ્લડપ્રશર, 15 ટકાને ડાયાબિટીસ અને સ્થૂળતા જેવા રોગ છે. એમાં 60 વર્ષની નીચેની ઉંમરના લોકોનું મોટું પ્રમાણ છે. તેથી જોખમી વયજૂથની ઉંમર તાજેતરમાં થોડી ઓછી થઈ છે અને 55 વર્ષથી ઉપરના વ્યક્તિઓને કોરોનાનું જોખમ છે. અનિયંત્રિત હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસની અસર કિડની પર થાય છે. તેથી કિડનીઓ નકામી થઈ હોય એવા દર્દીઓની સંખ્યા સરખામણીએ વધારે છે એમ ડાયાબિટીસના નિષ્ણાત ડોકટરો જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...