વેક્સિનેશન:મહારાષ્ટ્રમાં 7 જિલ્લાના 93.71 કરોડ લોકોએ રસી લીધી જ નથી

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહારાષ્ટ્રમાં 2.23 કરોડ નાગરિકોએ એકેય રસી લીધી નથી

મુંબઈમાં 100 ટકા નાગરિકોએ કોવિડની રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે તેનાથી પ્રશાસનને સંતોષ છે, પરંતુ મહારાષ્ટ્રના 7 જિલ્લાના લાખ્ખો નાગરિકો રસી લેવા માટે હજુ પણ આગળ આવતા નથી તેથી આરોગ્ય વિભાગ ચિંતામાં છે. રાજ્યમાં બધા નાગરિકોને વહેલામાં વહેલી તકે બંને ડોઝ આપીને જનજીવનને ફરીથી પૂર્વવત કરવા માટે સરકાર કમર કસી રહી છે. આના ભાગરૂપ કેટલા નાગરિકોએ રસી લીધી નથી તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં રાજ્યમાં એકેય રસી નહીં લીધી હોય તેવી કુલ વસતિમાંથી સાત જિલ્લામાં અધધધ 42 ટકા નાગરિકોએ રસીનો એકેય ડોઝ લીધો નથી એવું બહાર આવ્યું છે.

રાજ્યમાં 2.23 કરોડ નાગરિકોએ હજુ પણ એકેય રસી લીધી નથી. આમાંથી થાણે, નાશિક, ઔરંગાબાદ, જલગામ, સોલાપુર, નાંદેડ અને અહમદનગર જિલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમરના 93.71 લાખ નાગરિકોએ મફત રસીના હકદાર હોવા છતાં રસી લેવા માટે હજુ આગળ આવ્યા નથી એવું બહાર આવ્યું છે.આ સાત જિલ્લામાં સૌથી વધુ નાગરિકોએ રસી લીધી નથી. અમે તેમને રસી લેવા માટે પ્રોત્સાહન આપવા આંતરઅંગત સંદેશવ્યવહાર તરકીબો અને જાહેર શિક્ષણ સાધનોનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, એમ આરોગ્ય વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું.

મહામારી ખતમ થયાની માન્યતા : મહામારીનું જોર ઓછું થયા પછી ઘણા બધા લોકો હવે મહામારી ખતમ થઈ ગઈ છે એવું માનવા લાગ્યા છે. આથી તેઓ રસી લેવા માટે આગળ આવતા નથી. આને કારણે 100 ટકા રસીકરણના લક્ષ્યમાં મોટો અવરોધ પેદા થયો છે. 16 જાન્યુઆરીથી કોવિડ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. 13 નવેમ્બર સુધી 67 ટકા નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે, એમ તેમણે જણાવ્યું હતું.

રાજ્યની વસતિ 9.14 કરોડ
18 વયવર્ષથી વધુ ઉંમરના નાગરિકોની રાજ્યમાં વસતિ આશરે 9.14 કરોડ છે. તેમાંથી 6.90 કરોડ નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે 2.23 કરોડ લોકોએ હજુ એકેય ડોઝ લીધો નથી. મહારાષ્ટ્રના બધા 35 જિલ્લામાં ફક્ત મુંબઈમાં 100 ટકા નાગરિકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...