કોલ્હાપુરમાં સ્રોત વિસ્તારોમાં ભારે વરસાદને લઈને અમુક ડેમમાંથી પાણી છોડવામાં આવતાં પંચગંગા નદીએ મંગળવારે સવારે ભયસૂચક સપાટી વટાવી દીધી હતી. વિવિધ ડેમના સ્રોત વિસ્તારોમાં એકધાર્યા વરસાદના લીધે કોલ્હાપુરમાં રાધાનગરી અને અન્ય ડેમમાંથી પાણી પંચગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું, એમ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન કક્ષે જણાવ્યું હતું.
સવારે પંચગંગામાં રાજારામ વિર ખાતે પાણીની સપાટી 40 ફીટ સુધી પહોંચી હતી, જે ચેતવણીની સપાટીથી એક ફૂટ ઉપર છે, જ્યારે વિર ખાતે ભયસૂચક સપાટી 43 ફીટ છે. સોમવારે રાધાનગરી ડેમનાં ચાર દ્વાર ખોલી નાખવામાં આવ્યાં હતાં, પરંતુ આજે ફક્ત બે દ્વાર ખોલવામાં આવ્યાં અને 7112 ક્યુસેક (સેકંડ માટે ક્યુબિક ફૂટ)ના દરે પાણી છોડવામાં આવ્યું હતું.
પાડોશમાં સાંગલી ખાતે મંગળવારે સવારે ઈરવિન પુલ ખાતે કૃષ્ણા નદીની પાણીની સપાટી 38.6 ફીટ હતી. પુલ ખાતે આ નદીની ભયસૂચક સપાટી 45 ફીટ છે. મંગળવારે સવારથી કોયના ડેમના સ્રોત વિસ્તારમાં વરસાદ ઓછો થયો છે, જેથી કોયના અને અન્ય ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. ગયા વર્ષે સાંગલી અને કોલ્હાપુરમાં ચોમાસા દરમિયાન વિનાશક પૂરે ભારે પાયમાલી સર્જી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.