તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:કેઈએમમાં વૃદ્ધ દર્દીને ગેટની બહાર છોડીને બે આરોગ્ય કર્મી છૂ થઈ ગયા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક જાગૃત નાગરિકે વિડિયો ઉતારીને વાઈરલ કરતાં બે કર્મચારીની હકાલપટ્ટી કરી દેવાઈ

પરેલની કેઈએમ હોસ્પિટલમાં દાખલ વૃદ્ધને પેટમાં સખત દુખાવો ઊપડતા નિષ્ણાતો પાસે લઈ જવાને બદલે ગેટની બહાર છોડી આવનારા બે આરોગ્ય કર્મચારીની હકાલપટ્ટી કરવામાં આવી છે. ખાસ કરીને એક જાગૃત નાગરિકે આ અંગેનો વિડિયો વાઈરલ કરતાં પ્રશાસન તુરંત હરકતમાં આવી ગયું હતું અને તાકીદે પગલાં લીધાં હતાં.

બે સસ્પેન્ડ કરવામાં આવેલા આરોગ્ય કર્મચારીઓ બહુઉદ્દેશીય હતા અને તેઓ કોન્ટ્રાક્ટ પરના હતા. એક અજ્ઞાત વૃદ્ધને કેઈએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શુક્રવારે રાત્રે 11 વાગ્યે રૂમ 4-એમાં નિવાસી ડોક્ટરોની દેખરેખ હેઠળ આ દર્દીના પેટમાં દુખાવો વધ્યો હતો. આથી સર્જરી નિષ્ણાતની સલાહ માટે નવી ઈમારતના ભોંયતળિયે ઈએસઆરમાંતેને મોકલવામાં આવ્યો હતો. આ કામ બે બહુઉદ્દેશીય આરોગ્ય કર્મચારીઓને સોંપવામાં આવ્યું હતું.

જોકે આરોગ્ય કર્મચારીઓ દર્દીને ગેટની બહાર છોડીને છૂ થઈ ગયા હતા. દરમિયાન એક જાગૃત નાગરિકે આ જોતાં વિડિયો ઉતારી લીધો હતો અને હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડના ધ્યાનમાં લાવી દીધું હતું. તે પછી દર્દીને રૂમ 4-એમાં ફરીથી દાખલ કરવામાં આવ્યો હતો. જોકે દર્દીને હોસ્પિટલની બહાર છોડી મુકાયો તે વિડિયો વાઈરલ થતાં પ્રશાસન હરકતમાં આવી ગયું હતું.

તુરંત તપાસ શરૂ કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરા તપાસ કરવામાં આવતાં એવું જણાયું કે બે આરોગ્ય કર્મચારીઓએ દર્દીને શબઘરના પેસેજમાંથી ગેટ નં. 6ની બહાર લઈ જઈને છોડી મૂક્યો હતો. આથી તુરંત બંને કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી.

પ્રશાસને કહ્યું અમારો કોઈ વાંક-ગુનો નથી
દરમિયાન કેઈએમ પ્રશાસને કહ્યું કે દર્દીની સારવારમાં અમે કોઈ કસૂર કર્યો નથી. આ કૃત્ય કરનારા કર્મચારીઓની તુરંત હકાલપટ્ટી કરવામાં આવી છે. અમે છેલ્લા એક વર્ષમાં લગદભગ 6500થી વધુ દર્દીઓની સારવાર કરી છે.

કોવિડ ઉપરાંતની અન્ય બીમારીઓ સાથેના પણ ઘણા બધા દર્દીઓ દાખલ થાય છે, જે બધાની યોગ્ય દેખભાળ અને સારવાર કરવામાં આવે છે. કેઈએમમાં કોઈ પણ ગેરરીતિ સહન કરાતી નથી અને તે તેની તબીબી પરંપરા હોઈ તુરંત કાર્યવાહી કરવામાં આવે છે, એમ પ્રશાસને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...