ધરપકડ:કાંદિવલીમાં રૂ. 1.40 કરોડના ડ્રગ્સ સાથે 4ની ધરપકડ કરાઇ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ્સના તસ્કરો પર તવાઈ લાવવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પણ એક પછી એક તસ્કરોની ધરપકડ કરી રહી છે. આ કડીમાં પ્રભારી પીઆઈ સુનિલ માનેની આગેવાની હેઠળની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-11એ કાંદિવલીમાં બે વિદેશી સહિત ચાર તસ્કરોને રૂ. 1.40 કરોડના ડ્રગ્સ સાથે ઝડપી લીધા છે.કાંદિવલી પશ્ચિમમાં ખજૂરિયા નગર ખાતે પીઆઈ સલીલ ભોસલેની આગેવાનીમાં ટીમે દરોડા પાડીને આરોપીઓને ઝડપી લીધા છે. તેમાં સન્ની સાહુ (34), દીનાનાથ ચૌહાણ (33), વિદેશી નાગરિકો જર્મેઈન આબાહ (29), ફ્લુગન્સ લાઉડ આકા (31)નો સમાવેશ થાય છે. આમાંથી સન્ની રેકોર્ડ પરનો ગુનેગાર છે. તેને માથે વડાલા ટીટી, માટુંગામાં ત્રણ ગંભીર ગુના નોંધાયેલા છે, જ્યારે બે વિદેશી નાગરિકો ડ્રગ્સની તસ્કરીના સક્રિય મેમ્બર છે. આરોપીઓ પાસેથી મેફેડ્રોન નામે ડ્રગ્સ મળી આવ્યું છે, જે મોટે ભાગે મુંબઈમાં નબીરાઓ પાર્ટીઓમાં સેવન કરે છે.

અન્ય સમાચારો પણ છે...