તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • In Kandivali, A Businessman Committed Suicide Along With His Two Daughters, Taking Steps To Worsen The Economic Situation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:કાંદિવલીમાં વેપારીએ બે પુત્રી સાથે આત્મહત્યા કરી, આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ જતાં પગલું ભર્યુ

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

​​​મલાડ-વેસ્ટમાં માલવણીમાં રહેતો અને કાંદિવલી વિસ્તારમાં કપડાની ડાઇનું કારખાનું ધરાવતો 45 વર્ષનો અજગરઅલી જબ્બારઅલી શેખ ગુરુવારે ગળેફાંસો ખાધેલી હાલતમાં તેના કારખાનામાં મળી આવ્યો હતો, જયારે તેની 12 વર્ષની અને 9 વર્ષની બે પુત્રી મૃતાવસ્થામાં મળી આવી હતી. પોલીસ તપાસ કરી રહી છે કે તે ટ્રિપલ આપઘાતનો મામલો છે કે પિતાએ તેની દીકરીઓની હત્યા કર્યા પછી પોતે આત્મહત્યા કરી છે. ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં નબળી આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કાંદિવલી પોલીસ સ્ટેશેનના તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર કાંદિવલી (પશ્ચિમ), ખાન ગલ્લી, લાલજીપાડા, ગરુડા પેટ્રોલપમ્પ સામે, ગણેશનગરમાં ગુરુવારે સાંજે 6.40 વાગ્યે અજગર શેખે લોખંડના એંગલમાં દોરડાની મદદથી ગળેફાંસો ખાઈ લીધો હતો. ત્યાં જ તેની બે દીકરીઓ પણ મૃતાવસ્થામાં મળી આવી હતી. ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તે લોન ભરપાઈ કરવામાં અસમર્થ હોવાથી અંતિમ પગલું ભર્યું હોવાની નોંધ છે.પોલીસના જણાવ્યા અનુસાર અજગર શેખ, પત્ની અને તેની બે નાની દીકરીઓ કેનન અને સુઝેનને સાથે લઇને કાંદિવલી સ્થિત કારખાને ગયો હતો, જ્યાં તેણે અંતિમ પગલું ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો