તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કલ્યાણમાં પોલીસ પર હુમલો કરીને ટોળું ચેઈનચોરને લઈ ગયું

મુંબઈ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોખંડના સળિયા, લાકડી, પથ્થરોથી હુમલામાં 3 પોલીસ ઘાયલ

થાણે જિલ્લામાં કલ્યાણ ખાતે આંબિવલી શહેરમાં ઈરાણી વાડી નામે વસતિમાં ચેઈનચોરટાને છોડાવવા માટે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ પોલીસ ઘાયલ થયા હતા. મીરા ભાયંદર વસઈ વિરાર કમિશનરેટની ક્રાઈમ બ્રાન્ચની ટીમને આંબિવલીના ઈરાણીપાડામાં રીઢા ચેઈનચોરટાને પકડી પાડયો હતો. આ ટીમ બે પોલીસ જીપમાં પાછી આવતી હતી. જીપ રેલવે ક્રોસિંગ ખાતે ઊભી રહી તે સમયે મહિલાઓ સહિતના સ્થાનિક ટોળાએ અચાનક પથ્થરો, લોખંડના સળિયા, લાકડીઓથી હુમલો કર્યો હતો. આ પછી ચોરટાને જીપમાંથી બહાર ખેંચી કાઢ્યો હતો અને તેને લઈને નાસી ગયા હતા.

પોલીસની એક જીપ હેમખેમ ત્યાંથી નીકળી ગઈ હતી.હુમલામાં ત્રણ પોલીસ ઘાયલ થયા હતા જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખડકપાડા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. ઈરાણી વાડી વિસ્તારમાં ઈરાણી ટોળકીની વસતિ (કબિલા) છે, જ્યાં અનેક ગુનેગારો આશ્રય લઈ રહ્યા છે એવું અનેક પોલીસે પાડેલા દરોડામાં બહાર આવ્યું છે. ખાસ કરીને આ વસતિમાં અગાઉ પણ પોલીસો પર 8થી 9 વર હુમલા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો