તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કલ્યાણમાં છ વર્ષના પુત્રને પિતાએ ચમચાથી ડામ દીધા

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બેસેલી જગ્યાએ લઘુશંકા કરતા પિતાએ સજા આપી

કલ્યાણમાં એક અમાનવીય ઘટનામાં પોતાના 6 વર્ષના પુત્રને પિતાએ ગરમ ચમચાથી ડામ આપ્યા હતા. જમવાના સમયે નાનાકડા બાળકે બેઠાં બેઠાં જ લઘુશંકા કરી હોવાથી રોષે ભરાઈને પિતાએ આ કૃત્ય કર્યું હતું. આ ઘટના કલ્યાણ પૂર્વના વિજયનગર પરિસરમાં બની હતી. આ પ્રકરણે કોળસેવાડી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.કલ્યાણ પૂર્વમાં રહેતા સચિન કાંબળીએ ત્રણ લગ્ન કર્યા છે. પહેલી બે પત્નીના મૃત્યુ થયા છે અને હાલમાં એ ત્રીજી પત્ની સાથે રહે છે. એની સાથે બીજી પત્ની દ્વારા થયેલ 6 વર્ષનો પુત્ર પણ રહે છે.

માતા વિનાનો 6 વર્ષનો નાનકડો બાળક અધમ પિતા અને સાવકી માતા સાથે રહે છે. રાત્રે બધા જમવા બેઠા એ સમયે એણે બેસેલી જગ્યાએ જ લઘુશંકા કરી હતી. તેથી રોષે ભરાયેલા પિતા સચિને એને ગરમ ચમચાથી ખુલ્લા શરીર પર ડામ આપ્યા હતા. બાળકના સગાસંબંધી એને મળવા આવ્યા એ સમયે બાળકના હાથ પર ડામ દેખાવાથી એને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી હતી. ત્યારે પિતાએ ડામ આપ્યા એમ એણે જણાવ્યું હતું. એ પછી સગાસંબંધીઓએ સચિન પાસે આ બાબતે જવાબ માગ્યો હતો.

પછી કોળસેવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને બાળકને તપાસણી માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. હોસ્પિટલનો રિપોર્ટ મળ્યા બાદ પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે એમ કોળસેવાડી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શાહૂરાજ સાળવેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો