તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • In Jogeshwari, An Attempt To Rob A Kutchi Woman By Breaking Into Her House Failed, Police On Patrol Nabbed 2 Out Of 3 Thieves.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જોગેશ્વરીમાં કચ્છી મહિલાની હિંમતથી ઘરમાં ઘૂસીને લૂંટનો પ્રયાસ નિષ્ફળ, પેટ્રોલિંગ પરના પોલીસોએ 3માંથી 2 ચોરટાને ઝડપી લીધા

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુંબઈના જોગેશ્વરી પૂર્વમાં એક વેપારીના ઘરમાં 3 સશસ્ત્ર લૂંટારાઓએ ધોળેદહાડે ચોરીનો પ્રયત્ન કર્યો હતો. વેપારીની પુત્રીએ આ લૂંટારાઓનો જોરદાર સામનો કર્યો હતો. તેમની પકડમાંથી છૂટીને એ બેડરૂમની બાલ્કનીમાં ગઈ અને મદદ માટે બૂમો પાડી હતી. તેથી લૂંટારાઓ ઊભી પૂંછડીએ ભાગીને રિક્ષામાં પલાયન થઈ ગયા હતા. પેટ્રોલિંગ કરતા પોલીસે પીછો કર્યો હતો અને બે ચોરટાને પકડવામાં સફળતા મળી હતી. જોગેશ્વરી પૂર્વની શિવકૃપા સોસાયટીમાં ગાંગજી ગાલા (62) પત્ની, પુત્રી અને બે મહિનાના દોહિત્ર સાથે રહે છે. તેમના ઘરમાં 2 નોકર પણ રહે છે.

બુધવારે 3 સશસ્ત્ર લોકો તેમના ઘરમાં ઘૂસી ગયા અને તેમણે ઘરના સભ્યો પર હુમલો કર્યો હતો. જોકે પુત્રીએ હિંમતથી લૂંટારાઓનો સામનો કર્યો હતો. એણે મદદ માટે બૂમાબૂમ કરતાં લૂંટારાઓ નાસી ગયા હતા. પોલીસે તેમનો પીછો કર્યો હતો અને બે જણને પકડી પાડ્યા હતા. આ લૂંટારાઓ દિલ્હીના છે અને દિવાળી નિમિત્તે મીઠાઈ વહેંચવાના બહાને ઘરમાં ઘૂસ્યા હતા એવી માહિતી પોલીસે આપી હતી.

ઘટનાની વિગત મુજબ પોતાના ઘરમાં 3 જણ ઘૂસી આવ્યાનું ગાંગજી ગાલાના ધ્યાનમાં આવ્યું હતું. ત્રણમાંથી એક જણે સ્ક્રુ ડ્રાઈવર કાઢીને તેમને ધમકાવ્યા હતા. બે જણે તેમનાં પત્ની અને નોકરોને રિવોલ્વર અને ચાકુની ધાક દેખાડી હતી. પત્ની બૂમો પાડવા માંડતાં અંદરના ઓરડામાં રહેલી પુત્રી દક્ષિતા સાવધ થઈ ગઈ. એણે બે મહિનાના પોતાના બાળકને ઘોડિયામાં રાખ્યું અને પોતે બહાર આવી. એક લૂંટારાએ તેની પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો પણ એ ચૂકી ગયો. જોકે આ હુમલામાં પુત્રીના હાથની આંગળીઓમાં ઈજા થઈ હતી.

આમ છતાં દક્ષિતાએ હિંમતભેર લૂંટારાને હડસેલ્યો અને બેડરૂમમાં જતી રહી. હુમલાખોરે એનો પીછો કર્યો અને એના ગળાની ચેન ખેંચી હતી. એની ડોક પર વાર કર્યો. દક્ષિતાએ તમામ જોર લગાડીને એને ફરી હડસેલ્યો અને એના ચહેરા પર ગ્લાસનું પ્રવાહી ફેંક્યું હતું અને બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. એ પછી બાલ્કનીમાં જઈને એણે મદદ માટે બૂમાબૂમ કરી. એના લીધે લૂંટારાઓ ગભરાઈ ગયા હતા અને ત્યાંથી રિક્ષામાં બેસી નાસી ગયા હતા. પેટ્રોલિંગ કરતા પોલીસોએ તેમનો પીછો કર્યો હતો અને 2 જણને પકડી લીધા હતા. પકડાયેલા 2 આરોપીઓનાં નામ અલિમ ફાજિલ શેખ (28) અને મુસ્તાકિમ શેખ (40) છે. ત્રીજો આરોપી સદ્દામ (26) ત્યાંથી નાસી જવામાં સફળ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો