તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાલિસિસ:ચાર વર્ષમાં આપણા ફાસ્ટ બોલરોએ 60 ટકા વિકેટ લીધી

મુંબઇ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફાસ્ટ બોલરોએ 24ની સરેરાશથી વિકેટ લીધી, ઈંગ્લેન્ડ સામે પ્રથમ મેચ 5 ફેબ્રુઆરીથી

ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનો માટે આપણા સ્પિન બોલરો સૌથી મોટી મુશ્કેલી મનાય છે. જોકે, 2017થી પ્રદર્શન જોઈએ તો આપણા ફાસ્ટ બોલરોએ વિરોધી ટીમને વધુ પરેશાન કરી છે. 690 વિકેટમાંથી 60% વિકેટ ફાસ્ટ બોલરોએ લીધી છે. ઈજાના કારણે શમી અને ઉમેશ પ્રથમ બે ટેસ્ટ નહીં રમે. સીરિઝની પ્રથમ ટેસ્ટ 5 ફેબ્રુઆરીથી રમાશે.

ભારતીય બોલર પ્રથમ, ઈંગ્લેન્ડના છઠ્ઠા સ્થાને
1 જાન્યુઆરી, 2017થી ભારતીય ફાસ્ટ બોલરોએ 23.65ની સરેરાશે વિકેટ લીધી છે, જે દુનિયામાં શ્રેષ્ઠ છે. 27ની સરેરાશ સાથે ઈંગ્લેન્ડની ટીમ 6ઠ્ઠા સ્થાને છે.

ઘરેલુ મેદાન પર ફાસ્ટ બોલરોની સરેરાશ સારી
2017થી વિદેશની સાથે જ ઘરેલુ મેદાન પર પણ ફાસ્ટ બોલર પ્રભાવી રહ્યા છે. બાંગ્લાદેશ સામે છેલ્લી સીરિઝમાં પેસરને 33, સ્પિનરને માત્ર 5 વિકેટ મળી હતી.

જસપ્રીત બુમરાહની ભારતીય ધરતી પર પ્રથમ ટેસ્ટ
2018માં ડેબ્યુ કરનારા જસપ્રીત બુમરાહની સરેરાશ સારી છે. ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ ભારતીય ધરતી પર તેની પ્રથમ ટેસ્ટ હશે. આ મેચથી ઈશાંત ટીમમાં પુનરાગમન કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો