વિકાસ નિયોજન:મુંબઈની જૂની ચાલીઓમાં દરેક ઘરમાં શૌચાલયના નિર્ણય માટે ધોરણ બનશે

મુંબઇ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈમારતોનું સ્ટ્રકચરલ ઓડિટ કરીને વોલમાઉન્ટિંગ શૌચાલયની પરવાનગી મળશે

મુંબઈની જૂની ચાલીઓમાં દરેક ઘરમાં શૌચાલય બાંધવા માટે પરવાનગી આપવાના નિર્ણય બાબતે મહાપાલિકા ટૂંક સમયમાં ધોરણ તૈયાર કરશે. એના માટે વિકાસ નિયોજન વિભાગ અને ઈમારત પ્રસ્તાવ વિભાગના વિશેષ કક્ષને કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ મહાપાલિકા પ્રશાસને આપ્યો છે.

મુંબઈના અનેક ભાગોમાં જૂની ચાલીઓમાં કોમન ટોઈલેટ હોય છે. હાલની સ્થિતિમાં કુટુંબના સભ્યોની સંખ્યા વધવાથી અગવડ થાય છે. ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે આવા સાર્વજનિક શૌચાલય અગવડરૂપ બને છે. કોવિડના રોગચાળામાં પણ સાર્વજનિક શૌચાલય રોગના ફેલાવા માટે કારણભૂત બની શકે છે. આ પાર્શ્વભૂમિ પર માળાઓ પર સાર્વજનિક શૌચાલયવાળી ઈમારતોનું સ્ટ્રકચરલ ઓડિટ કરીને એમાં વોલમાઉન્ટિંગવાળું શૌચાલય ઘરમાં લગાડવાની પરવાનગી આપવી એવા ઠરાવની સૂચના રજૂ કરવામાં આવી હતી. મહાપાલિકા સભાગૃહે આ ઠરાવ માર્ચ 2021માં મંજૂર કર્યો હતો.

આ ઠરાવ પર પ્રશાસને મહાસભાના મંચ પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. આ બાબતે સર્વસમાવેશક ધોરણ તૈયાર કરવા મહાપાલિકાના વિકાસ નિયોજન વિભાગ અને ઈમારત પ્રસ્તાવ વિભાગને નિર્દેશ આપવામાં આવ્યો હોવાનું મહાપાલિકા પ્રશાસન તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

દરમિયાન સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઝૂપડપટ્ટીના રહેવાસીઓને ઘરમાં શૌચાલય બાંધવા માટે અનુદાન મળે છે. એના માટે કેન્દ્ર સરકારના માર્ગદર્શક ધોરણો છે. એમાં વોલમાઉન્ટિંગ શૌચાલયનો સમાવેશ નથી. તેથી મહાપાલિકા પ્રશાસને રાજ્ય સરકારના નગરવિકાસ વિભાગ પાસે અનુદાન બાબતે પૂછ્યું છે.

આમ થશે કાર્યવાહી
સાર્વજનિક શૌચાલયવાળી ચાલીઓ 70 વર્ષથી જૂની છે. આવી ઈમારતો, ચાલીઓને માળખામાં ફેરફાર અથવા ભાર મૂકવો હોય તો ભીંતને નુકસાન થઈ શકે છે. તેથી સ્ટ્રકટરલ ઓડિટ કર્યા બાદ જ શૌચાલય બાંધવાનો નિર્ણય લેવામાં આવશે. મહાપાલિકાના નિયમાનુસાર 30 વર્ષ કરતા જૂની તમામ ઈમારતોનું સ્ટ્રકચરલ ઓડિટ કરવું ફરજિયાત છે. તેથી મહાપાલિકાનું ધોરણ નક્કી થયા પછી સુરક્ષિત ચાલીઓ, ઈમારતોમાંના ઘરોમાં શૌચાલય બાંધવું શક્ય થશે.

અન્ય સમાચારો પણ છે...