તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાની ઉંમરમાં ચોરી:ધારાવીમાં 13 વર્ષના બાળકે આશ્ચર્ય જનક રીતે ચોરી કરી

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 લાખનો માલ તેની માતાને સાચવવા આપ્યો

એક પાંચ માળાની ઈમારતની અગાશી પરથી ઉતરી બારી દ્વારા ઘરમાં પ્રવેશી 13 વર્ષના કિશોરે રોકડ અને દાગીના મળીને લગભગ રૂ. 4 લાખના માલની ચોરી કરી હતી. ધારાવી પોલીસે આ છોકરાને પકડી, એણે ઘરમાં છુપાવી રાખેલ દાગીના હસ્તગત કર્યા હતા. આટલી નાની ઉંમરમાં કોઈ રીઢા ગુનેગારની જેમ ચોરી કર્યાનું જોઈને પોલીસ પણ અચંબામાં પડી હતી.

ધારાવીની પીએમજી કોલોનીમાં રહેતું એક કુટુંબ મે મહિનામાં કામ નિમિતે માથેરાન ગયું હતું. માથેરાનથી પાછા આવ્યા પછી ઘરમાંથી લગભગ રૂ. 15,000 રોકડ, સોનાના દાગીના તેમ જ અન્ય મોંઘી વસ્તુઓ મળીને રૂ. 4 લાખનો માલ ગાયબ થયો હોવાનું જણાયું હતું. ઘરમાં ધ્યાનથી જોતા બારીની તોડફોડ કરવામાં આવ્યાનું જણાયું. ચોરી થયાનું સમજાતા ધારાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ઘટનાસ્થળે જોઈને નિરીક્ષણ કરતા પાંચમા માળા પર આવેલી બારીમાંથી પ્રવેશ કરીને ચોરી કરવા પાછળ કોઈ રીઢો ગુનેગાર હશે એવો અંદાજ લગાવ્યો.

ધારાવી પોલીસે એ દષ્ટિએ તપાસ શરૂ કરી. ગુનેગારી પાર્શ્વભૂમિ ધરાવતા લોકોની પૂછપરછ કરતા આ જ પરિસરમાં રહેતા એક છોકરાની જીવનશૈલીમાં ફેરફાર થયાનું કેટલાક જણે પોલીસને જણાવ્યું. એ અનુસાર પોલીસે એના પર નજર રાખી. શંકાસ્પદ હિલચાલ કરતા દેખાયો એટલે એને તાબામાં લીધો. પૂછપરછમાં પાંચમા માળાની અગાશી પરથી બારી દ્વારા અંદર પ્રવેશ ચોરી કર્યાનું એણે કબૂલ્યું. ચોરીનો માલ માતા પાસે રાખવા આપ્યો એમ જણાવતા માતાને તાબામાં લઈને દાગીના હસ્તગત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...