તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:દહિસરમાં પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ કિચનમાં જ દાટી

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 વર્ષની બાળાની માહિતીને આધારે 11 દિવસ પછી કિચનમાંથી લાશ કાઢી

ઉપનગરમાં દહિસર પૂર્વના રાવલપાડા ખાન કમ્પાઉન્ડમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરીને લાશ કિચનમાં દાટી દીધી હતી. છ વર્ષની પુત્રીએ માહિતી આપતાં 11 દિવસ પછી પોલીસે કિચનમાં ખોદકામ કરીને લાશ બહાર કાઢી હતી.

આ અંગે મૃતકની પત્નીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેનો પ્રેમી ફરાર છે.ઉત્તર પ્રદેશના ગોંડામાં રઈસ શેખનાં 2012માં શાહિદા સાથે નિકાહ થયા હતા. નિકાહ પછી બંને દહિસર પૂર્વના ખાન કમ્પાઉન્ડમાં ભાડાંના ઘરમાં રહેવા માટે આવ્યાં હતાં.

રઈસ દહિસર પૂર્વ, રેલવે સ્ટેશન પાસે એક કપડાની દુકાનમાં કામ કરતો હતો, જ્યારે તેની પત્ની, છ વર્ષની પુત્રી અને અઢી વર્ષનો પુત્ર ઘરમાં જ રહેતાં હતાં. આ જ સમયગાળામાં પાડોશમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા અનિકેત ઉર્ફે અમિત મિશ્રા સાથે શાહિદાના અનૈતિક સંબંધ બંધાયા હતા.

રઈસને આ વાતની જાણ થતાં તેણે વિરોધ શરૂ કર્યો હતો. આ વાતને લઈને બંને વચ્ચે રોજ ઝઘડા થવા લાગ્યા હતા. આથી શાહિદાએ પ્રેમી સાથે મળીને હત્યાની યોજના ઘડી કાઢી હતી. થોડા દિવસ પૂર્વે રઈસ અચાનક ઘરે આવતાં શાહિદા અને અમિત કઢંગી હાલતમાં મળી આવ્યાં હતાં, જેને લઈ બંને વચ્ચે જબરદસ્ત ઝઘડો થયો હતો.

મૃતકનો ભાઈ આવતાં કોકડું ઉકેલાયું
23મી મેએ સવારે શાહિદાએ પતિ ગુમ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ ગોંડાથી કુટુંબીઓને ફોન આવે તો શાહિદા એવું કહેતી કે રઈસ કહ્યા વિના ક્યાંક નીકળી ગયો છે. આથી ત્રણ દિવસ પૂર્વે રઈસનો ભાઈ ગામથી ઘરે આવ્યો હતો. લાગ મળતાં જ છ વર્ષની બાળાએ કાકાને માતાના અનૈતિક સંબંધ વિશે વાત કરી હતી. આથી તે પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. પોલીસે બાળાને વિશ્વાસમાં લેતાં તેણે ઘટનાની જાણ કરી હતી. પોલીસ ટીમ તુરંત તેમના ઘરે પહોંચી હતી અને 1 જૂન, મંગળવારે રાત્રે કિચનમાં ખોદકામ કરીને દાટી દીધેલી લાશ બહાર કાઢી હતી, જે અત્યંત કોહવાયેલી હતી.

અન્ય સમાચારો પણ છે...