ભાયંદરમાં પત્નીએ નાસ્તામાં બનાવેલા ખાદ્યમાં મીઠું વધુ પડતું નાખી દેતાં રોષે ભરાયેલા પતિએ તેનું ગળું ઘોંટીને હત્યા કરી નાખી હતી. પોલીસે પતિની ધરપકડ કરી છે.આ ઘટના ભાયંદર પૂર્વના ફાટક રોડ ખતે શુક્રવારે સવારે બની હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીને નિલેશ ઘાગ (46) તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે.
શુક્રવારે સવારે આરોપીની પત્નીએ ખીચડી બનાવી હતી, જે સવારે નાસ્તો તરીકે પીરસી હતી. ખીચડી ખાતાં જ વધુ પડતું મીઠું હોવાથી પતિન ગુસ્સો આવ્યો હતો. આ બાબતે પત્નીને ઠપકો આપ્યા પછી કપડાના એક લાંબા ટુકડાથી તેનું ગળું ઘોંટી દીધું હતું, જેમાં તેનું મોત થયું હતું.
આ અંગે પોલીસને જાણ કરાતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. હુમલા માટે આ સિવાય કોઈ ઉશ્કેરણી કરી હતી કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે. નવઘર પોલીસે આરોપ સામે ભારતીય ફોજદારી સંહિતાની કલમ 302 (હત્યા)નો ગુનો દાખલ કરીને પોલીસે ધરપકડ કરી છ.
નોંધનીયછે કે ગુરુવારે થાણેના રાબોડી વિસ્તારમાં સવારે ચા સાથે નાસ્તો નહીં આપતાં સસરાએ 42 વર્ષીય પુત્રવધૂના પેટમાં ગોળી મારી હતી, જેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. આ મહિલાનું શુક્રવારે સવારે મૃત્યુ થયું હતું. આથી પોલીસે વૃદ્ધ સસરાની હત્યાના આરોપ હેઠળ ધરપકડ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.