ભાંડુપમાં બુધવારે સવારે એક અત્યંત ગમખ્વાર દુર્ઘટના બની હતી. બસ ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં એક જણનું મોત થયું હતું, જ્યારે બે જણ ઘાયલ થયા હતા. ભાંડુપ વેસ્ટમાં અશોક કેદાર ચોક ખાતે આ દુર્ઘટના બુધવારે સવારે 7.15 વાગ્યે બની હતી.બબન આનંદા માને (54) બસ નં. 605 લઈને જતો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી, જેમાં પુંડલિક ભગત (70)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે રવીંદ્ર પ્રકાશ તિવારી (65) અને મુકેશચંદ્ર ઉપાધ્યાય (44) ઘાયલ તયા હતા.
બસ ટેંભીપાડાથી ભાંડુપ રેલવે સ્ટેશન વેસ્ટ તરફ જતી હતી. તે અશોક કેદાર ચોક પાસે આવી ત્યારે સહેજ વળાંકવાળા રસ્તા પર બસ ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે ચાલીના ઈલેક્ટ્રિક મીટરના કેબિનના માળખા સાથે અથડાઈ હતી અને તે પછી વિરુદ્ધ દિશામાંથી આવતી રિક્ષાને પણ અડફેટે લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.