તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઇ:ફાસ્ટેગ અનબ્લોક કરવાના પ્રયાસમાં અકાઉન્ટમાંથી રૂ. 1.05 લાખ ગુમાવ્યા

મુંબઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાલા પોલીસ ફરિયાદને આધારે ઠગને શોધી રહી છે

ફાસ્ટેગનું અકાઉન્ટ અનબ્લોક કરવાનું વડાલાના વેપારી બાબુરાવ માડીને મોંઘું પડ્યું છે. તેઓ ફાસ્ટેગ અનબ્લોક કરવાનો પ્રયાસ કરતા હતા ત્યારે તેમના બેન્ક અકાઉન્ટમાંથી રૂ. 1.05 લાખ ઉપાડી લેવાયા હતા. તેમણેઆ અંગે વડાલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

માડીએ પોતાની કાર વેચીનાખી હતી. કારના નવા માલિકે માડીને ફોન કરીને તેનું ફાસ્ટેગનું અકાઉન્ટ બ્લોક હોવાનું જણાવ્યું હતું. કંપનીના કસ્ટમર કેર નંબર પરથી કોલ આવ્યો હતો એમ નવા માલિકે માડીને જણાવ્યું હતું. 2 જૂનના રોજ માડીએ શોધ ચલાવતાં તેમના ફોનમાં ફાસ્ટેગ કસ્ટમર કેરનો જૂનો નંબર સેવ હતો.

માડીએ તે નંબર પર કોલ કર્યો. સામેની વ્યક્તિએ ફાસ્ટેગ માટે કનેક્ટ તેમના બેન્ક અકાઉન્ટનું કેવાયસી અપડેટ કર્યું નથી એમ કહ્યું હતું. આથી ફાસ્ટેગનું અકાઉન્ટ અનબ્લોક કરવા માટે સામેની વ્યક્તિએ માડીને ડિટેઈલ્સ પૂછી હતી. આ પછી અન્ય મોબાઈલ નંબરથી તેમને એક લિંક આવી હતી, જેની પર એક ફોર્મ અને ફાસ્ટેગનું લેટરહેડ હતું. તેમાં ફોન પરની વ્યક્તિએ ક્રેડિટ કાર્ડની વિગતો ફોર્મમાં ભરવા માટે કહ્યું હતું. આ પછી એક કોડ મોબાઈલ પર આવ્યો. આ પછી અકાઉન્ટ અનબ્લોક થવા માટે વધુ 24 કલાક લાગશે એમ કહેવામાં આવ્યું હતું. જોકે કશું નહીં થતાં માડીએ ફરી કસ્ટમર કેર પર ફોન કર્યો હતો.

3 જૂને માડીએ ફોન કરતાં ક્રેડિટ કાર્ડ ચાલતું નહીં હોવાથી ડેબિટ કાર્ડની વિગતો માગી લીધી હતી. આ પછી માડીએ કોડ નાખતાં જ તેના બે બેન્ક અકાઉન્ટમાંથી રૂ. 20,000 અને રૂ. 5000 ઉપાડી લેવાયા હતા. આ અંગે જવાબ પૂછતાં તે વ્યક્તિએ મારી બેન્કને પૂછવું પડશે એમ કહ્યું હતું, એમ માડીએ ફરિયાદમાં જણાવ્યું છે.

આ પછી માડી એટીએમમાં ગયા હતા અને મિની સ્ટેટમેન્ટ કઢાવ્યું. તે સમયે તેમના અકાઉન્ટમાંથી રૂ. 25,000 ઉપાડી લેવાયા હતા એવું જાણ મળ્યું. તેમણે બેન્કમાં ફોન કરતાં ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 75,975 ખર્ચ કરાયા હોવાનું જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...