તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂલકણા મુસાફરો:દોઢ વર્ષમાં 6805 યાત્રીઓ બસમાં કિંમતી વસ્તુ ભૂલ્યા

મુંબઇ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રામાણિકતાથી 1400 વસ્તુઓ પાછી સોંપાઈ

પ્રવાસીઓ દાગીના, લેપટોપ, રૂપિયા, બેગ અને અન્ય કિંમતી વસ્તુઓ બેસ્ટની બસમાં ભૂલી જાય છે જે તેમને પાછી સોંપવામાં આવી છે. કંડકટર અને ડ્રાઈવરોની પ્રામાણિકતાના કારણે આ શક્ય થયું છે. બેસ્ટની બસોમાં જાન્યુઆરી 2020 થી મે 2021ના સમયગાળામાં મોબાઈલ, લેપટોપ, બેગ વગેરે જેવી 6805 વસ્તુઓ ભૂલાઈ ગયાનું જણાયું હતું. એમાંથી 1400 વસ્તુઓ સંબંધિત પ્રવાસીઓને પાછી સોંપવામાં આવી છે. રેલવે પછી બેસ્ટની બસ મુંબઈની લાઈફલાઈન છે.

દરરોજ લાખો પ્રવાસીઓ બેસ્ટની બસમાં પ્રવાસ કરે છે. કોરોનાના સંકટ સમયમાં પ્રવાસીઓને ઈચ્છિત સ્થળે પહોંચાડનાર બેસ્ટની બસના ડ્રાઈવર અને કંડકટરોએ પ્રામાણિકતા દેખાડી હતી. ઉપરાંત કોરોનાના સંકટ સમયમાં તેમણે બસમાં ભૂલાઈ ગયેલી વસ્તુઓ વડાલા ડેપોમાં જમા કરાવી હોવાથી સંબંધિત પ્રવાસીઓને પાછી મળી છે. બેસ્ટના કર્મચારીઓની પ્રામાણિકતા બધે વખાણ થઈ રહ્યા છે. દરમિયાન પ્રવાસી વસ્તુ બસમાં ભૂલી જાય તો એક મહિનાની અંદર વડાલા બસ ડેપોના ભૂલાયેલ વસ્તુ વિભાગમાં સોમવારથી શુક્રવાર સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી સંપર્ક કરવો એવી હાકલ બેસ્ટ પ્રશાસને કરી છે.

બેસ્ટની બસમાં પ્રવાસી વસ્તુ ભૂલી જાય તો એ ડ્રાઈવર અથવા કંડકટરને મળ્યા પછી સંબંધિત ડેપોમાં જમા કરાવે છે. સંબંધિત બસ ડેપોમાંથી એ ભૂલાયેલી વસ્તુ વડાલા ડેપોમાં મોકલવામાં આવે છે. જે પ્રવાસીની વસ્તુ ભૂલાઈ જાય એ વસ્તુ તે જ પ્રવાસીની છે કે નહીં એની ખાતરી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...