તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોબાઈલમાં લુડોની રમતમાં વારંવાર હાર થતી હોવાથી રોષે ભરાઈને મિત્રએ પોતાના મિત્રની હત્યા કરી હતી. આ ઘટનાની જાણ કોઈને ન થાય એ માટે હત્યારા મિત્રએ રૂ. 10,000 આપીને બનાવટી ડેથ સર્ટિફિકેટ તૈયાર કરાવ્યું અને મિત્રના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યાની આઘાતનક ઘટના મલાડ પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. પોલીસ પાસે આ પ્રકરણની ફરિયાદ દાખલ થતા જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 17 માર્ચ 2021ના મૃતક તુકારામ નલવડે (52) અને એનો મિત્ર અમિત રાજ ઉર્ફે પોપટ ઉર્ફે જીમી (34) મલાડના દારૂવાલા કમ્પાઉન્ડમાં મોબાઈલ પર લુડો રમી રહ્યા હતા.
એમાં મૃતક તુકારામ વારંવાર જીતી રહ્યો હતો. તેથી રોષે ભરાઈને જીમીએ તુકારામ સાથે ઝઘડો કર્યો અને એની જોરદાર મારપીટ કરી. આ મારપીટને કારણે તુકારામનું મૃત્યુ થયું હતું. એ પછી લોકો એને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ડોકટરોએ એને મૃત ઘોષિત કર્યો હતો.
બીજી તરફ તુકારામના મૃત્યુ પછી આરોપી જીમીએ બોરીવલીની ખાનગી હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઈવરની મદદથી રૂ. 10,000માં કુદરતી મૃત્યુનું પ્રમાણપત્ર લાવીને મૃતકના પરિવારને આપ્યું હતુ. એ પછી મલાડની સ્મશાનભૂમિમાં તુકારામના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. એ પછી તુકારામની શોકસભામાં ઉપસ્થિત લોકોમાંથી એક જણે મૃતકની પત્નીને તુકારામના મૃત્યુનું કારણ જણાવ્યું જે પત્નીએ અન્ય કુટુંબીઓને જણાવ્યું.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.