તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • In 24 Hours, 116 More Police Personnel Were Injured In The State, Bringing The Total Number Of Cases To 2,211, While A Total Of 25 Policemen Were Killed.

કોરોના કહેર:24 કલાકમાં રાજ્યમાં વધુ 116 પોલીસ કર્મચારી કોરોનાગ્રસ્ત, કુલ કેસ વધીને 2,211 થયા, જ્યારે કુલ 25 પોલીસનાં મોત

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસ ચેપને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 116 પોલીસ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું. અત્યાર સુધીમાં 25 પોલીસ કર્મચારીઓનાં મોત નીપજ્યાં છે અને જેમાંથી  ચેપનો ભોગ બનનાર પોલીસ કર્મચારીમાંથી 16 મુંબઇના છે. મહારાષ્ટ્ર પોલીસમાં કોરોનાવાઈરસ કેસની સંખ્યા વધીને 2,211 થઈ ગઈ છે, એમ એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 249 અધિકારીઓ અને 1962 પોલીસ સહિત 2,211 પોલીસ કર્મચારીઓએ કોવિડ-માટે હકારાત્મક પરીક્ષણ કર્યું છે. અત્યાર સુધીમાં એક પોલીસ અધિકારી સહિત 25 પોલીસ કર્મચારીઓ વાઈરલ ચેપનો ભોગ બન્યા છે. કુલ કેસમાંથી 970  પોલીસ કર્મચારીઓ આ ચેપમાંથી સાજા થયા છે અને 1,216 કેસ હજુ પણ સક્રિય છે.તેમણે જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા 83 અધિકારીઓ  અને 887 પોલીસ કર્મચારી સહિત કુલ 970 પોલીસ કર્મચારીઓને હજી સુધી રિકવરી બાદ રજા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા 116 જવાન ચેપ લાગ્યાં છે.તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 188  અંતર્ગત 1,18,488 ગુના નોંધ્યા છે, જેના માટે 23,511 લોકોની ધરપકડ કરવામાં આવી છે. લોકડાઉન થયા બાદ રાજ્યના વિવિધ પોલીસ કંટ્રોલ રૂમોએ COVID-19 ના સંદર્ભમાં 96,697 કોલ એટેન્ડ કરાયા હતા.  પોલીસે લોકડાઉન સમયગાળા દરમિયાન માન્ય પરવાનગી વિના વાહનોની અવરજવર અંગેના 1,323 ગુના પણ નોંધ્યા છે, આ સંબંધમાં 76,076 વાહનો કબજે કરાયા છે. લોકડાઉન દરમિયાન રાજ્યમાં પોલીસે વિવિધ ગુનાઓ માટે રૂ. 5,79,85,371 દંડ વસૂલાત કર્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...