તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:1 દિવસમાં ટ્રક-ટેમ્પોવાળાએ 200 કિમી અંતર કાપવું પડશે

મુંબઈ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આમ ન થાય તો ઈ-વે બિલ રદ અને મોટો દંડ થશે

ટ્રક અથવા ટેમ્પોમાં સામાન ભરીને વાહન નીકળે એટલે એ વાહને ચોવીસ કલાકમાં 200 કિલોમીટરનું અંતર પૂરું કરવું પડશે. અન્યથા આ વાહનનું સામાન માટે કાઢવામાં આવેલ જીએસટી વિભાગનું ઈ-વે બિલ રદ થશે અને એના પર મસમોટો દંડ ભરવો પડશે. જીએસટી કાયદામાં ટ્રાન્સપોર્ટરો માટે ઈ-વે બિલ સંકલ્પના છે. એના અંતર્ગત કોઈ ઠેકાણેથી સામાન લઈને ટ્રક અથવા ટેમ્પો નીકળે એટલે એ વાહન કયા પ્રકારનું, કેટલો સામાન, ક્યાં લઈ જશે, એની ઓનલાઈન નોંધણી કરવી પડે છે. એના આધારે જીએસટી વિભાગ તરફથી ઈ-વે બિલ આપવામાં આવે છે.

આ બિલ લઈને વાહનચાલકે પ્રવાસ કરવાનો હોય છે. આ વાહનને જીએસટી વિભાગના વિજિલન્સ અધિકારીઓ રસ્તામાં ક્યાંય પણ રોકી શકે છે. એ સમયે ઈ-વે બિલ દેખાડવું અનિવાર્ય હોય છે. પણ એમાં કરવામાં આવેલો ફેરફાર લાખો ટ્રાન્સપોર્ટરો માટે માથાનો દુખાવો બન્યો છે.

આ બાબતે અખિલ ભારત વેપારી મહાસંઘના (કેટ) મુંબઈ પ્રદેશાધ્યક્ષ શંકરભાઈ ઠકકરે જણાવ્યું કે આ પહેલાં વાહન કોઈ ઠેકાણેથી નીકળે એટલે એને ઈ-વે બિલ લઈને આગામી ચોવીસ કલાકમાં 100 કિલોમીટર અંતર કાપવાની છૂટ હતી. હવે આ અંતર 200 કિલોમીટર કરવામાં આવ્યું છે. મુંબઈ આવતી અનેક ટ્રક, ટેમ્પો નવી મુંબઈથી આવે છે. મુંબઈમાં અનેક ઠેકાણે તેમને દિવસના પ્રવેશ હોતો નથી. ક્યાંક નાકાબંદી હોય છે તો ક્યાંક ટ્રાફિક જામ હોય છે. આવા સમયે આ વાહન ચોવીસ કલાકમાં 200 કિમી સુધી ઈચ્છિત સ્થળે પહોંચવું મુશ્કેલ હોય છે. ચોવીસ કલાકમાં વાહન ત્યાં નહીં પહોંચે તો ઈ-વે બિલ રદ થશે. એ પછી ટેક્સ રિફંડ પણ જશે અને બમણો દંડ ભરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો